Monday, April 15, 2024
Google search engine
HomeGujaratકિશન ભરવાડની યાદમાં હજી આંસુઓ સારી રહ્યો છે પરિવાર, સાસુની વાત સાંભળીને...

કિશન ભરવાડની યાદમાં હજી આંસુઓ સારી રહ્યો છે પરિવાર, સાસુની વાત સાંભળીને ભાવુક થઈ જશો

ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાને આજે એક મહિના જેટલો સમય વીતિ ગયો છે. કિશનનો પરિવાર અને તેના સસરા, સાળા સહિતના સંબંધીઓ આજે પણ શોકની લાગણીમાં ડૂબેલા છે. જોકે મહત્વની વાત એ છે કે, કિશન ભરવાડના પરિવારના સભ્યો તેમના મૃત્યુના જવાબદાર લોકોને ક્યારે સજા થશે તેની આજે પણ રાહ જોઈને બેઠા છે. સૌથી મહત્વન વાત એ છે કે, કિશન ભરવાડની સાસુએ કહ્યું કે, અમારી બસ એક જ માંગ છે કે અમારા જમાઈના જે પણ આરોપી છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.

આજે પણ કિશન ભરવાડનો પરિવાર અને સાસરીના સભ્યો એક જ રાહ જોઈ રહ્યો છે કે, આરોપીને કડકમાંથી કડક સજા થાય. ત્યારે કિશન ભાઈની સાસુએ કહી એવી વાત કે, તે જાણીને તમે પણ એકવાર તો રડી જશો.

કિશન ભરવાડની સાસુએ જણાવ્યું હતું કે, અમારી બધાંની બસ એક જ માંગ છે કે, અમારા જમાઈના જે પણ આરોપીઓ છે તેમને કડકમાંથી કડક સજા થવી જોઈએ બસ આજ અમારી માંગ છે. કિશનનો પરિવાર અને તેમની સાસરીના સભ્યો આજે પણ શોકની લાગણીમાં ડૂબેલા છે.

વધુમાં કિશનની સાસુએ કહ્યું કે, મારી દિકરીએ ખુબ જ નાની ઉંમરમાં તેનો પતિ ગુમાવ્યો છે. આજે પણ તે જમાઈના શોકમાં ડૂબેલી રહે છે. દીકરીએ જન્મ થતાંની સાથે જ પોતાના પિતા ગુમાવ્યા છે. તે દીકરીને મોટી થશે ત્યારે તેને પિતાની જરૂર નહીં પડે. મારી દીકરીને પણ જીવન વિતાવવા માટે એક સહારાની જરૂર પડશે. હવે મારી દીકરીનું શું થશે. મારી દીકરી તો હજુ નાની છે. તેને સમાજની કઈ ખબર પણ પડતી નથી. બસ હવે અમારી એક જ ઈચ્છા છે કે અમને ન્યાય મળે.

નોંધનીય છે કે, ધંધૂકામાં ગત 25 જાન્યુઆરીએ ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે, જેમાં અત્યારસુધીમાં દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની સહિત 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page