Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalકોણ છે સુષમા સ્વરાજની એક માત્ર દીકરી? શું કરે છે?

કોણ છે સુષમા સ્વરાજની એક માત્ર દીકરી? શું કરે છે?

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે 1975માં સુપ્રીમ કોર્ટના વકીલ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યાં હતાં. સ્વરાજ કૌશલ ત્રણ વર્ષ સુધી મિઝોરમના ગર્વનર પણ રહ્યાં હતાં. તેમને એક દીકરી બાંસુરી છે. સુષ્મા તથા સ્વરાજને સંતાનમાં એક માત્ર દીકરી છે.

શું કરે છે દીકરી?
બાંસુરીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેણે ટેમ્પલમાંથી કાયદાનો અભ્યાસ કરીને બેરિસ્ટરની ડિગ્રી લીધી હતી. તે પિતાની જેમ ક્રિમિનલ લોયર છે. તે દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે.

બાંસુરી આ રીતે વિવાદમાં આવી હતી
બાંસુરીનું નામ મીડિયામાં ત્યારે આવ્યું હતું, જ્યારે ખુલાસો થયો હતો કે સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીની લિગલ ટીમમાં સામેલ હતી. લલિત મોદીએ એક ટ્વીટમાં પોતાની લિગલ ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ ટ્વીટમાં લલિત મોદીએ જે નામો લખ્યાં હતાં, તેમાંથી એક બાંસુરી પણ હતી. કુલ આઠ લોકોની ટીમ હતી. જેમાં મહમૂદ અબ્દી, બાંસુરી સ્વરાજ, રોજરન ગ્રેસન, ડોક્ટર આર મરાઠા, બિયાંકા હેમરિચ, વેંકટેશ દોંદ, અભિષેક સિંહ તથા અંકુર ચાવલા.

સુષમા સ્વરાજે આ ખુલાસો કર્યો હતો આ સમયે ચર્ચા થતી હતી કે સુષમાની દીકરી લલિત મોદીને મદદ કરી રહી છે. 27 ઓગસ્ટ, 2014માં હાઈકોર્ટે લલિત મોદીનો પાસપોર્ટ આપી દીધો હતો. બાંસુરી કોર્ટમાં હાજર હતી. પાસપોર્ટ મળતાં જ લલિત મોદીએ પોતાની લીગલ ટીમને શુભેચ્છા પાઠવી હતી. જેના પર સુષમા સ્વરાજે કહ્યું હતું કે તેમની દીકરીનું અલગ પ્રોફેશન છે, તે પોતાનું કામ કરવા માટે સ્વતંત્ર છે.
કોણ છે સુષમા સ્વરાજના પતિઃ સુષમા તથા સ્વરાજે 1975માં લગ્ન કર્યાં હતાં. 34 વર્ષની ઉંમરે તેઓ ભારતના સૌથી યુવા એડવોકેટ જનરલ હતાં. 1990થી 93 સુધી મિઝોરમના ગર્વનર હતાં. આજે તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા છે. આ ઉપરાંત 1998થી 2004 સુધી સાંસદ સભ્ય રહ્યાં હતાં.
સુષમાના પરિવારમાં કોણ? સુષમાના પરિવારિમાં એક ભાઈ તથા એક બહેન છે. તેમના માતાનું નામ લક્ષ્મી દેવી તથા પિતાનું નામ હરદેવ શર્મા હતાં. ભાઈનું નામ ગુલશન શર્મા તથા બહેનનું નામ વંદના શર્મા છે. વંદના શર્મા કોલેજમાં પ્રોફેરસ છે, જ્યારે ગુલશન શર્મા આયુર્વેદ ડોક્ટર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page