Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalISRO ઉપર દરેક ભારતીયને ગર્વ છે પણ ખબર છે ત્યાં કામ કરતાં...

ISRO ઉપર દરેક ભારતીયને ગર્વ છે પણ ખબર છે ત્યાં કામ કરતાં વૈજ્ઞાનિકોને કેટલો પગાર મળે છે?

અમદાવાદઃ જ્યારે મિશન ચંદ્રયાનની ચર્ચા ચાલતી હતી ત્યારે દેશ-દુનિયામાં ઈસરો છવાયેલું હતું. ઈસરોને લઈ ભારતનો દરેક નાગરિક ગર્વ અનુભવે છે અને આ સંસ્થા સાથે જોડાવાની ઈચ્છા ધરાવે છે. જોકે, પછી તરત જ વિચાર આવે કે ઈસરોમાં કામ કરતાં વૈજ્ઞાનિકનો કેટલો પગાર હશે.

ઈસરોના વૈજ્ઞાનિક તથા કર્મચારીને વાજબી પગાર મળે છે. જોકે, આ કામથી મળનાર સંતોષની તુલના પૈસા સાથે થઈ શકે નહીં. જોકે, દરેક ફિલ્ડની જેમ અહીંયા પણ સેલરી હોય છે.

Quartz Indiaના આંકડા પ્રમાણે, એક વ્યક્તિની પાસે ઈસરોમાં અનેક પ્રકારના કામ હોય છે, જેના માટે સામાન્યથી લઈ 1.5 લાખથી લઈને 6.12 લાખ રૂપિયા પ્રતિવર્ષ મળે છે, જેમ કે, ટેકનિકલ આસિસ્ટન્ટ, જે મશીનની દેખરેખ કરે છે, તેને વર્ષે 2.36થી છ લાખ રૂપિયા આપવામાં આવે છે.

સામાન્ય કમાણી જોઈને એમ જ કહી શકાય કે ઈસરોના કર્મચારીને મસમોટો પગાર તો નથી. એક સામાન્ય કંપીનમાં આટલી કમાણી તો કોઈ પણ વ્યક્તિ કરી શકે તેમ છે.

The Wireના પ્રમાણે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈસરોના વૈજ્ઞાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, કારણ કે તેમનો પગાર 10 હજાર ઓછો કરી દેવામાં આવ્યો હતો.

શરૂઆતના સ્તર પર સૌથી વધુ પગાર પ્રતિ મહિને 81,195 રૂપિયા મળે છે, આમાં બેઝિક પે તથા અન્ય તમામ એલાઉન્સનો સમાવેશ થઈ જાય છે. જે વ્યક્તિ IIT અથવા તેની સમકક્ષ શિક્ષણ સંસ્થામાં ભણઅયા બાદ ઈસરો સાથે જોડાય તો તને પ્રતિ વર્ષ 9થી 12 લાખ રૂપિયા પગાર મળે છે.

Freshers Live ના મતે, ઈસરોમાં હજી 94 પદ ખાલી છે, જેમાં 3 પ્રોજેક્ટ ટ્રેઈની, 1 રિસર્ચ એસોસિયેટ્સ તથા 90 બી લેવલ ટેક્નિશિયન્સની જરૂર છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? Dive into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page