ગુરૂપૂર્ણિમા નિમિત્તે કોકીલાબેન અંબાણીએ ગુજરાતમાં ગુરૂની કરી પૂજા અર્ચના

Feature Right Gujarat

પોરબંદર: સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરુપૂર્ણિમાની શ્રાદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે અંબાણી પરિવારના મોભી રામેશભાઈ ઓઝાનું કોકિલાબેન પૂજન કરવા પહોંચ્યા હતાં.

પોરબંદરના સાંદીપનિ વિધાનિકેતનના સભાગૃહમાં રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોકત રીતે થઈ હતી. સાંદીપનિ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરો પર ધ્વજારોહણ બાદ સાંદીપનિ સભાગૃહમાં ભાવિકોની મેદનીને ગુરુપૂર્ણિમાનો સંદેશ આપતાં ગુરુગીતાનો પાઠ, ગુરુની મહિમા દર્શાવત શ્લોકોનું પઠન કરાવ્યા બાદ ગુરુપૂર્ણિમાનો સંદેશ આપ્યો હતો.

રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાંદિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અંબાણી પરિવારના ગુરૂ રમેશભાઈ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરાયું હતું. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે અંબાણી પરિવારના મોભી રામેશભાઈ ઓઝાનું કોકિલાબેન પૂજન કરવા પહોંચ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *