Monday, April 15, 2024
Google search engine
HomeNationalલગ્નના 4 મહિના પછી એક સામાન્ય બાબતે પતિએ જ પત્નીનું ગળું દબાવી...

લગ્નના 4 મહિના પછી એક સામાન્ય બાબતે પતિએ જ પત્નીનું ગળું દબાવી કરી હત્યા

એક લગ્ન પ્રેમ, વિશ્વાસ, પારદર્શિતા અને માન-સન્માનના આઘારે આખું જીવન ટકી રહે છે. જો તેમાંથી કોઈ પણ વસ્તુ ઓછી થાય તો લગ્નનું બંધન તૂટી જાય છે. ઘણીવાર પતિ-પત્નીના વિવાદ એટલી હદ સુધી વધી જાય છે કે, તે વાત હત્યા સુધી પણ પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના કોટા જિલ્લાના ઇટાવા ગામમાંથી સામે આવ્યો છે. અહીં એક દુલ્હનનું માત્ર લગ્નના ચાર મહિના પછી જ મોત થઈ ગયું હતું. દુલ્હાએ કહ્યું કે, મારી પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. આ પછી પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે, યુવકે તેની વહુની હત્યા કરી દીધી છે.

ઇટાવામાં રહેતાં કુલદીપે લગભગ ચાર મહિના પહેલાં ગત જુલાઈ મહિનામાં પિસ્તા બાઇ નામની એક છોકરી સાથે લગ્ન કર્યા હતાં. લગ્નની શરૂઆતમાં બધું જ બરાબર ચાલતું હતું. બંનેના આ બીજા લગ્ન હતાં. કુલદીપની પહેલી પત્ની તેને છોડીને જતી રહી હતી. તો પિસ્તાબાઈના પણ તેના પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા હતાં. એવામાં કુલદીપ અને પિસ્તા બાઇએ એકબીજા સાથે લગ્ન કર્યા હતાં. બીજા લગ્નનો ઉલ્લેખ તેમણે પોતાના એગ્રીમેન્ટમાં પણ કર્યો હતો.

16 નવેમ્બર મંગળવારની રાતે કુલદીપે પોતાની પત્ની પિસ્તા બાઇની હત્યા કરી હતી. મર્ડર કર્યા પછી તેણે પત્નીના પિયરમાં ફોન કર્યો અને કહ્યું કે, તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. શબ આવીને લઈ જાવ. જોકે, છોકરીના પિતાને આ વાત પર વિશ્વાસ થયો નહોતો. તેમણે પોલીસને કહ્યું કે, તેમની દીકરી ગ્રેજ્યુએટ હતી. તે આવું પગલું ભરી શકે નહીં.

આ પછી પોલીસે તપાસ કરતાં પિસ્તાબાઇના ગળામાં દોરડા અને ઈજાના નિશાન મળ્યા હતાં. પોલીસને શંકા થઈ. આ પછી પોલીસે મૃતકના પતિની કડક રીતે પૂછપરછ કરી હતી. અંતમાં પતિએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ તેણે પોલીસને હત્યાની આખી કહાની કહી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પિસ્તાબાઇના લગ્ન સમયે પિયર પક્ષે કેટલાક ઘરેણાં આપ્યા હતાં. તે ઘરેણાં પોતાના પિતાના ઘરે મૂકીને આવી હતી. આ વાતને લીધે કુલદીપ તેની સાથે ઝઘડો કરતો હતો. તે ઇચ્છતો હતો કે, તે બધા ઘરેણાં તેને આપી દે. આ પછી બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ગત 16 નવેમ્બરની રાતે આ વિવાદ ખૂબ જ વધી ગયો હતો. એવામાં કુલદીપે ગુસ્સે થઈને પોતાની પત્નીનું ગળું દબાવીને મર્ડર કરી દીધું હતું. આ પછી તેને પોલીસ અને પત્નીના પિયર પક્ષના લોકોને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino platform and succeeded a significant cash, but eventually, my mother fell ill, and I wanted to cash out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I request for your help in reporting this site. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page