Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalલોકોની નજર મારી બોડીના દરેક પાર્ટ પર ફરી રહી હતી અને હું...

લોકોની નજર મારી બોડીના દરેક પાર્ટ પર ફરી રહી હતી અને હું ન્યૂડ…

વીસ વર્ષની હતી, જ્યારે પહેલીવાર કોલેજ પહોંચી. મને એક હોલમાં લઈ જવામાં આવી, જ્યાં લાઈટોનો ઝગમગાટ હતો અને વચ્ચે એક પલંગ મૂકેલો હતો. મારે એ જ પલંગ પર બેસવાનું હતું એ પણ ન્યૂડ. ઘણી વ્યક્તિઓ મને જોઈ રહી હતી. બોડીના દરેક પાર્ટ પર તેમની નજર મારા પર ફરી રહી હતી એ હું અનુભવી શકતી હતી.

હું સહેજ પણ હલ્યા વગર કલાકો સુધી બેસી રહેતી હતી. હું શ્વાસ લેતી હતી ત્યારે છાતી ઉપર નીચે થતી હતી અને પાંપણ પલકારા લેતી હતી, મારા અને પથ્થરની મૂર્તિમાં બસ એટલો જ ફરક હતો. એક રૂમમાં એકદમ ઉદાસ મનથી કૃષ્ણા પોતાની આપવીતી અમને જણાવી રહી હતી. તે ન્યૂડ મોડલ રહી ચૂકી છે.

દિલ્હીના મદનપુર ખાદરના ગીચ રસ્તા પરથી પસાર થઈ હું કૃષ્ણાના ઘર સુધી પહોંચી. તે મને લેવા આવી હતી. ઊંચું કદ, દુબળું-પાતળું શરીર અને લાંબી-લાંબી આંગળીઓ. માથા પર દુપ્પટો જોઈને કોઈ અંદાજો પણ ન લગાવી શકે કે લોઅર-મિડલ ક્લાસ ગૃહિણી જેવી લાગતી આ મહિલાએ 25 વર્ષ દિલ્હી-NCRના આર્ટ સ્ટુડન્ટ્સ માટે ન્યૂડ મોડલિંગ કરી હશે.

વર્ષો સુધી તેનું માત્ર એક જ રૂટિન રહ્યું. સવારે જાગીને ઘરનું કામ પતાવવું, પછી નાહીધોઈને કોલેજ જવાનું. કૃષ્ણા મોડલિંગના શરૂઆતના દિવસોને યાદ કરે છે જ્યારે તેમને ખૂબ જ શરમ આવતી હતી. મારા પતિ ઉત્તરપ્રદેશથી કમાવવા અને ખાવા દિલ્હી આવ્યા ત્યારે હું પણ સાથે આવી ગઈ. વિચાર્યું હતું કે દિલ્હીમાં પૈસા હશે અને ઘી લગાવેલી રોટલી ખાવા મળશે, પણ થયું સાવ અલગ. અહીં સરિતા વિહારમાં એક કચડાયેલી ઓરડીમાં પતિએ ઘર બતાવી દીધું. બાજુમાં રસોડું, જ્યાં બારી ખોલીએ તો શેરીના લોકો ગુસ્સે થઈ જાય.

ધુમાડા નીકળતા રસોડામાં પાટલા પર બેસીને તે ઘણીવાર એક સમય માટે ખોરાક રાંધતી. ઘી લગાવેલી રોટલીના નામે ઘીનું ખાલી ડબલું પણ ભેગું ન થઈ શક્યું. પતિનો પગાર એટલો ઓછો છે કે જમવાનું મળતું નથી. પછી કોઈ પરિચિતે કોલેજ જવાનું કહ્યું. હું લાંબી અને સુંદર હતી. ગામમાં મજબૂત શરીર અને ખીલેલા તેજસ્વી રંગ સાથે ઊછરી હતી. બતાવનારીએ કહ્યું કે તને તારું ચિત્ર બનાવવાના પૈસા મળશે. જ્યારે તે કોલેજ પહોંચી, તેને તેનાં કપડાં ઉતારવાનું કહ્યું. હું ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, હું કપડાં નહીં ઉતારું, તમારે બનાવવું હોય તો કપડાં પહેરેલું ચિત્ર જ બનાવો.

ચિત્ર તો બન્યું, પણ પૈસા બહુ ઓછા હતા. પછી કહેવામાં આવ્યું કે જો તમે તમારાં કપડાં ઉતારો તો તમને 5 કલાકના 220 રૂપિયા મળશે. તે એક મોટી રકમ હતી, પરંતુ શરમથી મોટી નહીં. જો હું કપડાં સાથે પણ મોડલિંગ કરતી તો મને શરમ આવતી કે અજાણ્યા છોકરાઓ મારા શરીરને જોઈ રહ્યા છે.

પહેલાં બે અઠવાડિયાં સુધી કપડાં ઉતારવાનો પ્રયત્ન કર્યો, પણ મારા હાથ થીજી ગયા. મને સમજાતું નહોતું કે આટલા બધા માણસો સામે હું કપડાં કેવી રીતે ખોલીશ! હું ખોલીશ તોપણ કેવી રીતે બેસીશ! કૃષ્ણાનો અવાજ નક્કર છે, જાણે એ સમય તેમના અવાજમાં સ્થિર થઈ ગઈ હોય. બે સપ્તાહ બાદ ઉપરનાં કપડાં ઉતર્યાં, ત્યાર બાદ તો કપડાં ઊતરતાં જ ગયાં. બસ આંખો બંધ રહેતી હતી. સ્ટુડન્ટ્સ બોલતા હતા-આંખો ખોલો તો ખોલતી, પછી બંધ કરી દેતી.

અલગ-અલગ પ્રકારના પોઝ કરવાના હતા. ક્યારેક હાથોને એક બાજુ વાળીને. ધીરે-ધીરે શરમ જતી રહી. ન્યૂડ બેસતી તો લોકો જોતા રહી જતા. કહેતા કે મોડલ ખૂબ જ સુંદર છે. તેનું ચિત્ર સારું બને છે. દરેકની આંખોમાં પ્રશંસા રહેતી, સારું લાગતું હતું. કૃષ્ણા જણાવતા હસી રહી હતી, આંખોમાં જૂના દિવસોની ચમક સાથે. મેં તેને પૂછ્યું- ફિગર બનાવવા કશું કરતી હતી કે નહીં? તેણે કહ્યું-ના મહેનતવાળું શરીર છે, જાતે જ ફિગર બેસ્ટ રહેતું હતું. હા, વચ્ચે થોડી જાડી થઈ ગઈ હતી તો પાર્કમાં દરરોજ દોડવા જતી. પછી ફરી પહેલા જેવા શેપમાં આવી ગઈ.

કૃષ્ણા જ્યારે જમવાનું બનાવી રહી હતી ત્યારે હું તેના રસોડામાં જોઈ રહી હતી. ડઝનેક જેવાં વાસણો હતાં, જે તેણે કદાચ અમીરીના દિવસોમાં ખરીદ્યા હશે. ઘરની સ્થિતિ તદ્દન ખરાબ હતી, જાણે કે હમણાં પડી જશે. જમવાનું બની ગયા પછી અમે ફરી વાતચીત માટે રેડી થયા. તેણે કહ્યું, પહેલીવાર 2200 રૂપિયા કમાવીને લાવી તો પતિ ભડકી ગયા. તેઓ 1500 રૂપિયા કમાતા હતા. શંકા કરવા લાગ્યા કે હું કઈ ખોટું તો નથી કરી રહી. મારું કોલેજ જવાનું બંધ કરી દેવામાં આવ્યું. પછી પૂછતાં-પૂછતાં કોલેજના એક સર ઘરે આવી ગયા.

ત્યારે મોબાઈલનો જમાનો ન હતો. તેઓ એક મોટી કાર લઈને આવ્યા હતા, જે ગલીની બહાર ઊભી રાખી હતી. સર મારા પતિને કોલેજ લઈ ગયા અને મારા ચિત્રો બતાવ્યાં. કહ્યું કે ફોટો બનાવવા પર પૈસા મળે છે તમારી પત્નીને. તે એટલી સુંદર છે એટલા માટે. પતિ ખુશ થઈ ગયા. તેઓ પરત ફરતી વખતે મારા માટે છત્રી લઈને આવ્યા. ત્યારે ચોમાસું હતું. હાથમાં આપીને કહ્યું- હવેથી રોજ કોલેજ જજે. કૃષ્ણા ધીમા અવાજમાં કહે છે- સરે પતિને ન્યૂડ વિશે કઈ જણાવ્યું જ નહીં. દરેક ચિત્ર કપડાંવાળાં બતાવ્યા હતા.

કામ પર પરત તો ફરી, પરંતુ એ આટલું સરળ નહોતું. ન્યૂડ હોવુ અને હલ્યા વગર બેસી જ રહેવું ક્યારેક મચ્છર કરડતા તો ખણ પણ આવતી, પરંતુ હલવાની મનાઈ હતી. છીંક આવે કે ખાંસી રોકીને બસ ચૂપ બેસી રહો. માસિક સમયે તો ખૂબ જ સમસ્યા થતી હતી. પેટમાં દુખતું હતું, એક જગ્યાએ બેસી રહેવાના કારણે ડાઘ પડવાની બીક રહેતી, પણ બીજો કોઈ રસ્તો નહોતો.

ઠંડીમાં તો હાલત બગડી જતી હતી. હું કપડાં વગર બેસી રહેતી અને ચારેબાજુ માથાથી પગ સુધી કપડાં પહેરેલાં સ્ટૂુડન્ટ્સ મારું ચિત્ર બનાવતા રહેતા. વચ્ચે- વચ્ચે ચા-કોફી પણ પીતા. હું ઠંડીથી જો કદાચ ધ્રૂજી પણ જઉં તો ગુસ્સો કરતા હતા. એક દિવસ તો હું રડી પડી ત્યારે તેમણે રૂમમાં હીટર લગાવ્યું. એક ફોટો માટે 10 દિવસ સુધી એક જ પોઝમાં બેસવાનું હતું. હાથ-પગ જામી જતા હતા. કૃષ્ણા હાથને અડતા કંઈક યાદ કરે છે. બાથરૂમ કરવા જઈને આખા શરીરને હલાવતી હતી.

પાંચ વર્ષ પહેલાં ડાયાબિટીઝ નીકળ્યો, પરંતુ કામ કરતી રહી. શરીર સુન્ન થઈ જતું હતું. ઘરે પરત ફરી બામ લગાવતી હતી અને આખી રાત રડતી હતી. સવારે નાહી-ધોઈને નીકળી જતી. ગરીબી આપણી જોડે શું-શું કરાવી નાખે છે. આટલાં વર્ષો તમે આમાં રહ્યાં. મેં તેની પરવાનગી લઈને પૂછ્યું ક્યારેય તારી સાથે કઈ ખોટું ન થયું? પરંતુ મજબૂત મન ધરાવતી કૃષ્ણા માટે આ સવાલ કઈ મોટો નહોતો.

તે યાદ કરે છે અને કહ્યું- થયું ને! એકવાર મને કોઈ સરનો ફોન આવ્યો હતો કે ક્લાસમાં આવવાનું છે. બે-ત્રણ દિવસ સુધી કોલ આવ્યો. મેં હા પાડી દીધી મને ખ્યાલ નહોતો કે તે ખરાબ ઈરાદે બોલાવી રહ્યા છે. હું ક્લાસમાં ગઈ. તેમણે પૂછ્યું, તું મોડલિંગ સિવાય બીજું કંઈક કરે છે, મેં કીધું ના. હું માત્ર મોડલિંગ જ કરું છું. તમારે મોડલિંગ કરાવવું હોય તો કરાવો, નહીં તો હું જઉં છું, એમ કહીને હું ત્યાંથી આવી ગઈ. પતિને આ વિશે કંઈ જ કહ્યું નહીં. મેં તેમને પૂછ્યું કે શું તમારા ઘરે બધાને ખબર છે કે તમે આ પ્રકારનું કાર્ય કરતાં હતાં, તેણે સહજતાથી ઉત્તર આપ્યો કે હા, પતિને પાછળથી ખ્યાલ આવ્યો, પરંતુ અમે ગામડે કશું જ નહોતું કહ્યું, જો તેમને ખબર પડે તો મારા પર થૂ-થૂ કરે ને મને સમાજમાંથી બહાર કાઢી નાખે.

કૃષ્ણા છેલ્લા એકાદ વર્ષથી કોલેજ નથી જઈ રહી. ડાયાબિટીસને કારણે પથ્થર બની રહેવું મુશ્કેલ છે. કૃષ્ણાએ નીકળતી વખતે જણાવ્યું કે કોલ તો હજી પણ ઘણા આવે છે, પણ હું જઉં કેવી રીતે. ગળાના ઓપરેશનના કારણે ચહેરો બગડી ગયો છે. શરીર પર માંસ પણ નથી. હવે કૃષ્ણામાં એ વાત રહી નથી, હવે બસ તસવીરોમાં જ કૃષ્ણા રહી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page