Friday, April 12, 2024
Google search engine
HomeNationalઆખરે કર્ણાટકમાં સીએમ કુમારસ્વામીની સરકાર પડી ભાગી, ગઠબંધન સરકાર અને વિપક્ષમાં કેટલા...

આખરે કર્ણાટકમાં સીએમ કુમારસ્વામીની સરકાર પડી ભાગી, ગઠબંધન સરકાર અને વિપક્ષમાં કેટલા મત પડ્યાં

છેલ્લા કેટલાય દિવસથી કર્ણાટકમાં સરકાર બચાવવા મરણ્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જોકે તેનો અંત આવી ગયો છે. મંગળવારે વિધાનસભામાં સીએમ કુમારસ્વામી બહુમત સાબિત કરવામાં અસફળ રહ્યા હતા. કુમારસ્વામીની ગઠબંધન સરકારના પક્ષમાં 99 વોટ પડ્યા હતા જ્યારે વિપક્ષમાં 105 મત પડ્યા હતા. 14 મહિના બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ખતમ થઈ જતાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું સોંપી દીધું હતું.


કર્ણાટકમાં ચાર દિવસ સુધી ચાલેલાં વિશ્વાસ પ્રસ્તાવ ચર્ચા બાદ કુમારસ્વામી સરકાર ફ્લોર ટેસ્ટને ટાળવાની કોશિશ કરી રહી હતી પરંતુ ચાર દિવસના ડ્રામા બાદ આખરે વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યા હતા. મહત્વની વાત છે કે, બીજેપીના યેદિયુરપ્પા સરકાર બનાવવા માટે રાજ્યપાલને આવેદન આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


કર્ણાટકમાં સરકાર પડી ભાંગતા બેંગ્લુરુમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણની ઘટનાઓ બની રહી છે. બુધવાર સાંજ સુધી બેંગ્લુરુમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. પબ અને દારૂની દુકાનો પણ બંધ રાખવાના પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page