Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodકુશલ પંજાબીની પ્રાર્થના સભામાંથી દુપટ્ટાથી મોં ઢાંકીને નીકળી પત્ની

કુશલ પંજાબીની પ્રાર્થના સભામાંથી દુપટ્ટાથી મોં ઢાંકીને નીકળી પત્ની

મુંબઈ:  ઘણી ફિલ્મો અને ટીવી  સીરિયલમાં કામ કરી ચૂકેલા એક્ટર કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. શનિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિવારે તેની પાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં ટીવી સેલેબ્સ પોતાના દોસ્તને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

દોસ્ત ગુમાવવાનું દુ:ખ ઘણા ટીવી સેલેબ્સ સહન કરી શક્યા નહોતા અને પ્રાર્થના સભામાં એકબીજાને ગળે વળગીને ખૂબ રડ્યા હતા. પ્રાર્થના સભામાં કુશલની વિદેશી પત્ની ઑડ્રે ડોલ્હન પણ પહોંચી હતી. તેમણે પ્રાર્થના સભામાંથી બહાર નીકળતી વખતે પોતાના ચહેરો દુપટ્ટાથી ઢાંકી લીધો હતો. ઑડ્રે ડોલ્હન સાથે તેના પરિવારજનો પણ હતા. જે તેને કારમાં બેસાડીને લઈ ગયા હતા.

પ્રાર્થના સભામાં કરણવીર બોહરા, કવિતા કૌશિક, ચેતન હંસરાજ, આમિર અલી, અપૂર્વ અગ્નિહોત્રી, વાહબજી દોરાબજી, કાશ્મીરા શાહ, હુસૈન કુવાજર્વાલા સહિત ઘણઆ સેલેબ્સ સામેલ થયા હતા.

કુશલ પંજાબીએ ગુરૂવાર મોડી રાત્રે પોતાના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. કુશલની ડેડ બોડીની પાસે પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેમણે પોતાની મોત માટે કોઈ જવાબદાર ન હોવાનું લખ્યુ છે. આ સાથે કુશલે પોતાની સંપત્તિ પેરેન્ટ્સ, બહેન અને દીકરાના નામ કરી હતી.

કુશલના ખાસ દોસ્ત ચેતન હંસરાજે કહ્યું હતું કે કુશલની પત્ની તેનાથી અલગ થઈને પુત્ર સાથે શાંઘાઈમાં રહેતી હતી. જેથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. અમને વિશ્વાસ નથી આવતો કે કુશલ આપણી વચ્ચે નથી. મેં તેની સાથે બે દિવસ પહેલાં જ વાત કરી હતી. કુશલે મને કહ્યું કે તે પરેશાન છે. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી વસ્તુ જિંદગીમાં બનતી હોય છે. તેણે આ બધા સામે લડવું પડશે. પણ મેં એવી કલ્પના નહોતી કરી કે કુશલ આવું પગલું ભરશે.

કુશલ પંજાબીના માતા-પિતા ગુરૂવાર બપોરથી તેનો કૉન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતાં હતા, પણ તેનો ફોન લાગતો નહોતો. પરિવારે રાત સુધી રાહ જોઈ, જ્યારે કુશલ તરફથી કોઈ રિસ્પૉન્સ ન મળ્યો તો, તેઓ રાત્રે 10.30 વાગ્યે તેની બિલ્ડિંગ પહોંચી ગયા હતા. દરવાજા તોડીને અંદર ગયા. અંદર જઈને જોયું તો કુશલની લાશ પંખા સાથે લટકતી મળી હતી.

કુશલ પંજાબીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડાન્સર અને મોડેલ તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ‘સલામ-એ-ઈશ્ક’, ‘ધન ધના ધન ગોલ’, ‘કાલ’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવીમાં તે ‘સીઆઈડી’, ‘લવ મેરેજ’, ‘દેખો મગર પ્યાર સે’, ‘ડોન’ વગેરે સીરિયલ્સમાં જોવા મળ્યો હતો.

કુશલે નવેમ્બર 2015માં પોતાની યુરોપીયન ગર્લફેન્ડ ઑડ્રે ડોલે સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે. કુશલની પત્ની પોતાના પુત્ર સાથે શાંઘાઈમાં રહે છે. કુશલ પંજાબીના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીઝને આઘાત લાગ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page