આવા ગુરુ સૌને મળે! ગુજરાતના આ શિક્ષકની બદલી થતાં આખું ગામ હિબકે ચઢ્યું
ભૂજઃ શિક્ષક તથા વિદ્યાર્થીઓના સંબંધો અનેરા હોય છે. ભારતની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિની ઝલક આજે પણ ક્યાંક ક્યાંક જોવા મળી જાય છે. હાલમાં જ કચ્છના અબડાસા તાલુકાના શ્રીભૌઆ પ્રાથમિક સ્કૂલના એક શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. શિક્ષકને વિદાય આપતા સમયે આખું ગામ રડવા લાગ્યું હતું. શિક્ષકને ભેટીને નાના બાળકોથી માંડીને મોટા લોકો રડતા હતાં. ગ્રામજનોએ ભારે હૈયે વિદાય આપી હતી.
લાંબા સમયથી હતાં
શિક્ષક મૂળ ધોરાજીના હતાં અને અહીંયા ખાસ્સા સમયથી શિક્ષક તરીકે કાર્યરત હતાં. 2004થી તેઓ શિક્ષક કચ્છમાં જોડાયા હતાં. 2016માં બદલી થઈ હતી પરંતુ ગ્રામવાસીઓનો પ્રેમ જતો તેઓ રોકાયા નહોતાં. જોકે, અંતે, 2019માં ધોરાજીમાં જ બદલી થતા તેઓ પોતાના વતન જવા માગતા હતાં. ગામલોકોએ દેવી આશાપુરાની તસવીર ભેટમાં આપી હતી. આ સિવાય તલવાર અને અનેક વસ્તુઓ ગિફ્ટ કરી હતી. શિક્ષકના પત્નીને ભેટીને ગામની મહિલાઓ રડી હતી. આખા ગામમાં લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યું હતું.