Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratભૂરીને ટક્કર મારતી સુરતની નવી ‘લેડી ડોન’ ભાવિકા કોણ છે? જાણો આંખો...

ભૂરીને ટક્કર મારતી સુરતની નવી ‘લેડી ડોન’ ભાવિકા કોણ છે? જાણો આંખો પહોળી કરતી વિગત

સુરતમાં હવે લેડી ડોન ભૂરીને ટક્કર આપવા માટે ભાવિકાની એન્ટ્રી થઈ ચૂકી છે. કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુ લઈને મારામારી અને ધાકધમકી આપતી ફરી રહી છે. જે પૈકી એક વીડિયો વાઇરલ થતા ભૂરીની જેમ જ લેડી ડોન ભાવિકાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આ નવી લેડી ડોન અંગે જાણીએ…

થોડા દિવસ પહેલા સુરતમાં એક યુવતી ચપ્પુ લઈને ફરતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં આ સીસીટીવી વીડિયો એટલો વાઇરલ થયો કે તે પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસ સુધી વીડિયો પહોંચે એટલે તપાસ થઈ તો કંઈક અલગ જ નીકળી આવ્યું. પહેલાં તો આ વીડિયો ભૂરી ડોનના આતંક તરીકે જ વાઇરલ થયો હતો. લોકોને તો એમ જ હતું કે ઢીલી પડી ગયેલી ભૂરી ડોન ફરી આતંક મચાવવા આવી પહોંચી છે. જોકે, પોલીસની તપાસમાં તો કંઈ અલગ જ નીકળી આવ્યું હતું.

મૂળ ભાવનગરના મહુવાના રહેવાસી ભાવના ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા સુરતના પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર ખાતે રહે છે. ભાવિકાના થોડા વર્ષે પહેલાં જ લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડો સમય લગ્નજીવન સરખી રીતે ચાલ્યું હતું. જોકે, ત્યારબાદ પતિ સાથે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. પતિ સાથેના ઝઘડાઓ એટલા વધી ગયા કે તેમણે દોછ વર્ષ પહેલા છૂટાછેડા લેવાનો વારો આવ્યો હતો.

ભાવિકાના લગ્ન જીવન થોડો સમય ખુશી સાથે વિત્યુ હતું. જેમાં તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, પતિ સાથેના ઝઘડામાં છૂટાછેડા બાદ દીકરીને લઈને ભાવિકા પિયર સુરત ખાતે આવી ગઈ હતી. હાલ ભાવિકા સુરતમાં જ પોતાની માતા સાથે અને દીકરી સાથે રહે છે. ભાવિકા વાળા પુણા વિસ્તારના સીતાનગર ખાતે રહે છે. તેના લગ્ન થઈ ગયા હતા અને એક દીકરી પણ છે. પતિ સાથે ઝઘડો થતાં છૂટાછેડા લઈ લીધા છે. હવે તે સુરતમાં જ પોતાની માતા સાથે અને દીકરી સાથે રહે છે.

સુરતના પુણાના સીતાનગર ખાતે રહેતી ભાવિકા છૂટાછેડા બાદ પિયરમાં આવ્યા બાદ ધીમા ધીમે ગુનેગારોના સંપર્કમાં આવવા લાગી હતી. સીતાનગર ખાતે ધામક-ધમકી અને હથિયાર સાથે રોફ જમાવતી અવારનવાર સામે આવતી હોય છે. હત્યાના પ્રયાસ, મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોના સંપર્કમાં આવતા ભાવિકા પણ ગુનાખોરીના રસ્તે ચડી ગઈ છે.

લેડી ડોન ભાવિકા કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કૂલના ગેટ પાસે ગુંડાગીરી કરી રહી હતી. પોલીસની તપાસમાં વીડિયોમાં દેખાતી યુવતી ભાવના ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું. જેથી કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરિત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કટાર જેવું ચપ્પુ પણ કબજે કર્યું હતું. ભાવિકા દ્વારા જાહેર સ્થળ ઉપર વાહન ચાલકોને હેરાન કરવામાં આવતા હતા અને રોફ જમાવીને કોઈને પણ રોકીને તેને ધમકી આપતી હતી. રસ્તે ચાલતા ચાલતા પણ હથિયાર બહાર કાઢીને લોકોને ધાક-ધમકી આપી રોફ બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસ અને તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ ગત 26-11-2022ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયા હતા અને તે વખતે રોડ પર ફોરવ્હીલ ચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલા હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા, કાપોદ્રા, પુણા, ડુમ્મસ, અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.

એસીપી વીઆર પટેલેએ જાણાવ્યું હતું કે યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો અને આ મામલે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે. આરોપીઓ દમણ ખાતે હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ છે તે અંગે દમણ પોલીસને જાણ કરવામાં આવી છે. વાઇરલ થયેલા વીડિયોમાં તપાસ શરૂ કરતાં બંને આરોપીને ઝડપી લીધા બાદ બંને આરોપી પૈકી સાગરિત પણ રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page