Tuesday, April 9, 2024
Google search engine
HomeNational70 મિનિટ સુધી મોતનો જંગ લડ્યાં સુષમા, બેભાન અવસ્થામાં ત્રણ-ત્રણ વાર શોક...

70 મિનિટ સુધી મોતનો જંગ લડ્યાં સુષમા, બેભાન અવસ્થામાં ત્રણ-ત્રણ વાર શોક ટ્રીટમેન્ટ અપાઈ પણ…..

નવી દિલ્હીઃ માત્ર 25ની ઉંમરમાં હરિયાણાના મંત્રીથી લઈ દેશના વિદેશ મંત્રી બનેલા સુષમા સ્વરાજની અંતિમ ક્ષણો એમ્સ હોસ્પિટલમાં પસાર થઈ હતી. એમ્સના નવ-નવ ડોક્ટર્સે સુષમા સ્વરાજનો જીવ બચાવવાનો શક્ય તેટલો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહીં. સુષમા સ્વરાજને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી અને તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. અહીંયા 70 મિનિટ સુધી તેમણે જિંદગી તથા મોત વચ્ચેનો જંગ લડ્યો હતો. જોકે, અંતે તેઓ આ મોત સામે હારી ગયા હતાં.

જૂનિયર ડોક્ટર્સ રડવા લાગ્યાઃ
સુષમા સ્વરાજે અંતિમ શ્વાસ લેતા જ બે જૂનિયર ડોક્ટર્સ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતાં. તેઓ રૂમની બહાર આવીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતાં. 70 મિનિટ સુધી સુષમા પર વિવિધ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. જેમાં સીપીઆર તથા હાર્ટને પંપ કરવા ઉપરાંત શોક પણ આપવામાં આવ્યો હતો. જોકે, સુષમા સ્વરાજના ધબકારા ફરી ચાલુ થયા નહીં. તેમને પછી તાત્કાલિક વેન્ટીલેટરનો સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું અને સુષમા અનંતની સફરે નીકળી ગયા હતાં.

શું કહ્યું ડોક્ટર્સે? ડોક્ટર્સે કહ્યું હતું કે સુષમાને 9.45 મિનિટે એમ્સ લાવવામાં આવ્યા હતાં. જોકે, હોસ્પિટલ આવતા પહેલાં જ ફોન આવી ગયો હતો અને 12 ડોક્ટર્સની ટીમ સજ્જ હતી. તેમને છાતીમાં દુખાવો હતો અને તેઓ બેભાન હતાં. તેમને એમ્બ્યૂલન્સમાં સીધા ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાહ તાં. બે ડોક્ટર્સ સીપીઆર સાથે હાજર હતાં. ડોક્ટર્સને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે સુષમાને કાર્ડિયેક એરેસ્ટનો હુમલો આવ્યો છે. 10થી 15 મિનિટ સુધી સીપીઆર દ્વારા ટ્રીટમેન્ટ કરી પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ તેમને શોક આપવામાં આવ્યો. તેમને એક નહીં પણ ત્રણ-ત્રણ વાર શોક આપવામાં આવ્યો પરંતુ સુષમાના બૉડીએ કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહીં. ત્રીજા વિકલ્પ તરીકે ડોક્ટર્સે હાર્ટને પંપ કરવાનો નિર્ણય લીધો હતો.
કોઈ જ સારવાર કામે ના લાગીઃ હૃદયરોગ વિભાગના ડો. વી કે બહલ તથા તેમની પૂરી ટીમ પંપ આપવામાં લાગી હતી. જ્યારે બીજી બાજુ ડો. પ્રવીણ અગ્રવાલની ટીમે વેન્ટીલેટર તૈયાર કર્યું હતું. પંપથી પણ કામ ના ચાલ્યું તો સુષમાને વેન્ટીલેટર પર લેવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. સુષમાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. 10 વાગીને 50 મિનિટે સુષમાએ અંતિમ શ્વાસ લીધા હતાં.

 

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I engaged on this online casino site and won a considerable cash, but later, my mom fell ill, and I needed to cash out some earnings from my account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I request for your assistance in reporting this online casino. Please assist me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page