Saturday, April 13, 2024
Google search engine
HomeNationalમુંબઈમાં સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર, અનિલ અંબાણી સહિત જાણીતી હસ્તીઓએ આપી હાજરી

મુંબઈમાં સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર, અનિલ અંબાણી સહિત જાણીતી હસ્તીઓએ આપી હાજરી

ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાઈરસ મિસ્ત્રીનું મંગળવારે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન અનિલ અંબાણી, સુપ્રિયા સુલે સહિત ઘણા લોકો સામેલ થયા હતાં. મિસ્ત્રીનું રવિવારે કાર દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. તેઓ 54 વર્ષના હતાં. મધ્ય મુંબઈના વર્લીમાં સાઈરસ મિસ્ત્રીનું ઈલેક્ટ્રિક અગ્નિ સંસ્કાર ગૃહમાં હિન્દુ રિત રિવાજ પ્રમાણે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું વર્લી સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તમામ લોકોની સાથે સાઈરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં રતન ટાટાની સોતેલી માતા સિમોન ટાટા પણ હાજર રહ્યા હતાં.

મધ્ય મુંબઈના વર્લીમાં સાઈરસ મિસ્ત્રીનું ઈલેક્ટ્રિક અગ્નિ સંસ્કાર ગૃહમાં હિન્દુ રિત રિવાજ પ્રમાણે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા સંસના અધ્યક્ષ હતાં.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રવિવારે બપોરે થયેલ દુર્ઘટનામાં મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું મોત નિપજ્યું હતું. તે બન્ને દક્ષિણ ગુજરાત સ્થિત ઉદવાડાથી પરત ફરી રહ્યા હતાં જે પારસી ધર્મના લોકો માટે સૌથી પવિત્ર સ્થળ છે.

મિસ્ત્રીનો પાર્થિવદેહ સફેદ ફુલોથી સજાવેયા વ્હીકલમાં જેજે હોસ્પિટલથી લાવવામાં આવ્યો હતો અને મંગળવારે સવારથી પાર્થિવદેહ વર્લી સ્મશાન ગૃહમાં મુકવામાં આવ્યો હતો જ્યાં નજીકના મિત્રો અને સંબંધીઓ શ્રદ્ધાંજલિ આપી હતી. ઘણાં લોકોની આંખોમાં આસું જોવા મળ્યા હતાં.

પારસી સમુદાયના સદસ્યો, બિઝનેસમેન અને નેતાઓએ મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. સાઈરસ મિસ્ત્રીના મોટા ભાઈ શાપૂર મિસ્ત્રી, વરિષ્ઠ વકિલ ઈકબાલ છાગલા, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અજિત ગુલાબચંદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાસંદ સુપ્રિયા સુલે સહિત ઘણાં લોકો હાજર રહ્યા હતાં.

તસવીરો…

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page