|

ગર્વ છે ભારતને આવી મહિલા પર! પતિ શહીદ થયો, હવે પત્ની વાયુસેનામાં જોડાશે

નવી દિલ્હીઃ અંદાજે પાંચ મહિના પહેલાં મિરાજ 2000 ક્રેશમાં સ્ક્વાડ્રન લીડર સમીર અબ્રોલનું નિધન થયું હતું. હવે તેમની પત્ની ગરિમા અબ્રોલે સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ની એક્ઝામ પાસ કરી લીધી છે. તેઓ ટૂંક સમયમાં વાયુસેનામાં સામેલ થશે. રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપરાએ કહ્યું હતું કે ગરિમા પહેલાં તેલંગાનાની દુંદિગલ એરફોર્સ એકેડેમી જોઈન કરશે. જાન્યુઆરી, 2020 બાદ વાયુસેનામાં સામેલ થશે.

ગરિમાની તસવીર શૅર કરીઃ
ચોપરાએ ગરિમા તથા સમીરની તસવીર શૅર કરીને ગરિમાને અસાધારણ ક્ષમતાવાળી મહિલા કહી હતી. તમામ મહિલાઓ બરોબર હોતી નથી. કેટલીક જવાનોની પત્નીઓ હોય છે.

વિમાનમાંથી બહાર નીકળ્યા બાદ નિધન
બેંગાલુરુમાં આ વર્ષે એક ફેબ્રુઆરીએ વિમાન મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જેમાં 2 પાયલટના મોત થયા હતાં. આ ઘટના હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એરપોર્ટ પર બની હતી. પ્લેનમાં સ્ક્વાડ્રન લીડર સમીર અબ્રોલની સાથે સ્ક્વાડ્રન લીડર સિદ્ધાર્થ નેગી હતાં. ઘટના બની ત્યારે બંને પાયલર બહાર નીકળી ગયા હતાં. એક પાયલટનું નિધન પ્લેનો કાટમાળ પડવાને કારણે અને અન્ય એકનું નિધન હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું.

સરકાર ઘટનાની તપાસ કરી રહી છે
આ મામલે સમીરના ભાઈ સુશાંતે કેન્દ્રીય તપાસની માગણી કરી છે. બંને પાયલટ વિમાનમાં કંઈક ફેરફાર કર્યાં બાદ તેને ટેસ્ટ ફ્લાઈટ માટે ઉડ્યાં હતાં. રિપોર્ટ્સ પ્રમાણે, ટેક ઓફ બાદ વિમાનનું લેન્ડિંગ થઈ શક્યું નહીં. આ સમયે મિરાજનો આગળનો હિસ્સો રનવેના દરવાજા સાથે અથડાતા તૂટી ગયો હતો. ગરિમાએ પણ સરકાર પાસે ન્યાયની માગણી કરી છે.

પતિ સમીર સાથે ગરિમાની ફાઈલ તસવીર

Similar Posts

Leave a Reply

Your email address will not be published.