Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightકોંગ્રેસના નેતા હાર્દિક પટેલને રાષ્ટ્રીય સ્તર પર મળી શકે છે મોટો હોદ્દો

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને રાષ્ટ્રીય સ્તર પર મળી શકે છે મોટો હોદ્દો

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને કોંગ્રેસના સ્ટાર પ્રચારક યાદીમાં સ્થાન આપ્યું હતું. હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવ્યા બાદ કોંગ્રેસે સમગ્ર દેશમાં હાર્દિકના પ્રવાસ માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું.

હાર્દિક પટેલ અઢળક સભાઓ કરી હતી અને લોકસભામાં કોંગ્રેસને જીતાડવા માટે એડી ચોંટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ચૂંટણીના પરિણામમાં ભાજપને બહુમતી મળી હતી અને ગુજરાતમાં પણ લોકસભાની તમામ સીટો પર કોંગ્રેસની હાર અને ભાજપની જીત થઈ હતી.

હાર્દિક પટેલની મહેનત ફળી ન હતી. હાલ કોંગ્રેસની વિકટ પરિસ્થિતિ છે ત્યારે હાર્દિક પટેલ હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે કામે લાગી ગયો છે. 2 દિવસ પહેલા મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસ દ્વારા યોજાયેલ 3 દિવસ તાલીમમાં પણ હાર્દિકે ભાગ લીધો હતો.

હાર્દિક પટેલ પહેલાથી જ ચર્ચામાં રહેલ છે અને ગુજરાત સહિત દેશમાં પોતાની ઓળખ બનાવી ચુક્યા છે. ત્યારે કોંગ્રેસની હાર બાદ પણ હાર્દિક પટેલને કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરનો મોટો હોદ્દો આપી શકે છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી આપી શકે છે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page