Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightતમારું શરીર વધી ગયું છે તો અજમાવો આ ઉપાય ક્યારેય નહીં વધે...

તમારું શરીર વધી ગયું છે તો અજમાવો આ ઉપાય ક્યારેય નહીં વધે તમારું શરીર

અમદાવાદ: હાલ શિયાળીની શરૂઆત પૂરજોશમાં ચાલી રહ છે. ત્યારે લોકો પોતાના શરીરને ફ્રેશ રાખવા માટે ફ્રુટ ભરપુર પ્રમાણમાં ખાતા જોવા મળે છે. હાલ માર્કેટમાં સંતરા બહુ જ સસ્તા મળી રહ્યાં છે. લોકો સંતરા ખાઈને તેની છાલને ફેંકી દે ચે કારણ કે ઘણાં લોકોને નથી ખબર કે આ છાલ શું કામ આવશે. તો આવો અમે તમને જણાવીએ કે સંતરાની છાલ શું કામ આવે છે. ખટ્ટા-મીઠાં કોમ્બિનેશનવાળા આ ફ્રુટમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે.

લોકો ખાવામાં ધ્યાન ન રાખી શકતાં હોવાથી પોતાનું શરીર વદી જાય છે. જો તમાર શરીરનો વજન ઓછો કરવો છે તો તમારા ડાયટ પ્લાનમાં સંતરાને સામેલ કરો. સંતરા વજન ઉતારવામાં બહુ જ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં ઉપયોગી છે. સંતરામાં 87 ટકા પામી હોય છે.

સંતરામાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. સંતરામાં 87 ટકા પાણી હોય છે અને વિટામીન સી ઉપરાંત અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે. એક સંતરામાં 87 ટકા પાણી હોય છે. જેના કારણે શિયાળામાં સંતરા ખાવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. જેના કારણે સંતરા ખાવાથી વજન ઉતારવામાં મહત્વાનો ફાળો ભજવે છે.

સંતરામાં ફાયબરનું પ્રમાણ વધું હોય છે.એટલે સંતરા ખાધા બાદ પેટ ભરેને જમ્યા હોય તેવું લાગે છે. આ ઉપરાંત સંતરા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત થતી નથી. 2014માં કરેલા અભ્યાસ પ્રમાણે, સંતરામાં રહેલું વોટર-સોલ્યુબલ સ્થૂળતા સામે લડવામાં અને વજન એક સરખું રાખવામાં મદદ કરે છે. આ સાથે શરીરની ચરબી બાળવાની પ્રક્રિયા ઝડપી કરે છે.

ફક્ત સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં માટે ફાયદાકારક છે. સંતરાની છાલમાં વિટામીન બી6, કેલ્શિયમ, પ્રોવિટામીન એ, ફોલેટ અને પોલિફેનોલ્સ રહેલું હોય છે. જેના કારણે છાલ પણ વજન ઉતારવામાં બહુ જ કામ આવે છે. મહત્વની વાત છે કે, સંતરાની તુલનામાં તેની છાલમાં 2 ગણું વધારે ફાયબર હોય છે એટલે ખાધા બાદ પેટ ભરેલું હોય તેવું લાગે છે. છાલમાં રહેલું વિટામિન સી ચરબી બાળવામાં બહુ જ મદદ કરે છે.

સંતરાની છાલમાંથી હર્બલ ટી બનાવીને તમે પી શકો છો. સંતરાની છાલના નાના-નાના ટુકડા કરીને સલાડ, સૂપ અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકાય છે. સંતરાની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવો ત્યાર બાદ તેનો ઉપયોગ મફિન, કેક અથવા યોગર્ટમાં કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page