Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં એક બિલ્ડીંગ પર વીજળી પર લોકોમાં ફફડાટ, Video થયો વાયરલ

અમદાવાદમાં એક બિલ્ડીંગ પર વીજળી પર લોકોમાં ફફડાટ, Video થયો વાયરલ

અમદાવાદ: મંગળવારે અમદાવાદમાં સવારે વીજળીના કડાકા-ભડાકા સાથે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સવારે વરસાદની સાથે સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી પણ જોવા મળ્યાં હતાં. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

બીજી તરફ વીજળીના કડાકા-ભડાકાને કારણે લોકો ડરી ગયા હતા. અમદાવાદના સાઉથ બોપલ નજીક આવેલા શેલા વિસ્તારમાં એક બિલ્ડિંગ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. શેલા વિસ્તારમાં આવેલા સારથ્ય બિલ્ડિંગના ઉપરના ભાગે વીજળી પડી હતી. જેનો હાલ વીડિયો વાયરલ થયો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આશરે 10:27 મીનિટે આ બિલ્ડિંગની ઉપર આવેલી પાણીની ટાંકી પર વીજળી પડી હતી. મહત્વની વાત છે કે, આ પહેલા ગત અઠવાડિયે ગુરૂવારે પણ આજ બિલ્ડિંગ પર વીજળી પડી હતી. તાજેતરમાં જ આ બિલ્ડિંગ પર ત્રીજી વખત વીજળી પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page