તમે ક્યારેય બ્લ્યૂ આંખવાળી સિંહણ જોઈ છે કે સાંભળ્યું છે?

International

મુંબઈ: આ દુનિયામાં ઘણા અજીબોગરીબ પ્રકારના જીવો જોવા મળે છે, જે પોતાની ખાસિયતના કારણે એક અલગ જ ઓળખ બનાવે છે, પણ શું તમે ક્યારેય એવી સિંહણ બાબતે સાંભળ્યું છે, જેની આંખે બ્લ્યૂ હોય? આવી સિંહણ હાલ સોશિયલ મીડિયા ખૂબ વાઈરલ થઈ રહી છે.

આ સિંહણની તસવીર સામે આવતાં જ લોકોએ એને Blue Eyed Lioness નામ આપ્યું છે. કારણે કે તેની એક આંખ બ્લ્યૂ કલરની છે. આફ્રિકાના જંગલોમાં જોવા મળેલી આ સિંહણની આંખો જન્મથી જ બ્લ્યૂ નથી. સોશ્યલ મીડિયામાં તસવીર વાઈરલ થતાં લોકો એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ સિંહણની આંખો બ્લ્યૂ કલરની કેમ છે? જેના પર આફ્રિકાના શામવાર ગેમ રિઝર્વના અધિકારીઓએ એક નિવેદન જાહેર કર્યું હતું.

નિવેદન મુજબ કેટલાક દિવસ પહેલાં એક સિંહણ એક જંગલી ભૂંડનો શિકાર કરવા ધ્યાનથી બેઠી હતી. જેવો શિકાર સામે આવ્યો સિંહણ તેના પર તૂટી પડી હતી અને ભૂંડને દબોચી લેવાનો પ્રયત્ન કર્યો. પણ જંગલી ભૂંડ શારીરિક રીતે ખૂબ મજબૂત હતું. આ લડાઈમાં ભૂંડે સિંહણની ખાસ્સી એવી ટક્કર આપી હતી. જેમાં સિંહણની ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. ભૂંડના એક વારથી સિંહણની આંખની નસ ફાટી ગઈ હતી. જેના લીધે આવેલા સોજથી સિંહણની આ ઈજાગ્રસ્ત આંખ બ્લ્યૂ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *