Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightન્યૂયોર્ક: UNના કાર્યક્રમમાં મલીહા લોધીનું જાહેરમાં એક વ્યક્તિએ કર્યું અપમાન

ન્યૂયોર્ક: UNના કાર્યક્રમમાં મલીહા લોધીનું જાહેરમાં એક વ્યક્તિએ કર્યું અપમાન

ન્યૂયોર્ક: તાજેતરમાં જ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક વ્યક્તિએ યુએનમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીનું અપમાન કર્યું હતું. આ વ્યક્તિએ મલીહાને કહ્યું હતું કે, તમે ચોર છો, તમને પાકિસ્તાનના પ્રતિનિધિત્વનો કોઈ હક નથી.


મલીહા સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં મીડિયાને સંબોધી રહ્યા હતા. અહીં એક વ્યક્તિએ મલીહાને કંઈક પૂછ્યું હતું. મલીહાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે વ્યક્તિએ રાહ જોયા વગર કહ્યું કે, તમે અહીં 15-20 વર્ષથી શું કહી રહ્યા છો? તમે અમારું પ્રતિનિધિત્વ કરી રહ્યા નથી.


ત્યાર બાદ મલીહાએ ફરી તે વ્યક્તિને રોકાવા કહ્યું હતું. જોકે તે વ્યક્તિએ કહ્યું, હું કાયદા વિરૂદ્ધ જઈને કામ કરીશ નહીં. હું પાકિસ્તાની છું. મલીહાએ વ્યક્તિના કોઈ પણ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો. તે વ્યક્તિએ એવું પણ કહ્યું કે, તમે લોકોએ અમારા પૈસા ચોરાવ્યા છે. તમે લોકો ચોર છો.


મલીહા જ્યારે જવા લાગી ત્યારે તે વ્યક્તિ તેની પાછળ પાછળ દોડ્યો હતો. અમુક લોકોએ તેને ચૂપ રહેવા કહ્યું હતું ,પરંતુ તે માન્યો ન હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે મલીહા સીડી ચડતી હતી ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ. તમે આટલા વર્ષોથી પૈસા ખઈ રહ્યા છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page