કોંગ્રેસની ભૂંડી હાર છતાં હાર્દિકની ટંગડી ઊંચી, કહ્યું-”કોંગ્રેસ નહીં હિન્દુસ્તાનની જનતા હારી છે”
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2010માં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે અને ભાજપનો ભવ્યવિજય થયો છે. જોકે ઘણા નેતાઓ હારને પચાવી શકતા નથી. નેતાઓ સ્પોર્ટસમેનશીપ દેખાડવાના બદલે દોષનો ટોપલો બીજા પર ઢોળતા હોય છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કંઈક આવું જ કર્યું છે.
હાર્દિક પટેલે આજે લોકસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર નિશ્ચિત થઈ ગઈ બાદમાં એક પછી એક ટ્વિટ કર્યા હતા.. જેમાં તેમણે કોંગ્રેસ નહીં પણ બેરોજગારી અને ખેડૂતની હાર થઈ હોવાનું જણાવ્યું છે.
હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે- કોંગ્રેસ નહીં…બેરોજગારી હારી છે, શિક્ષા હારી છે, ખેડૂત હાર્યો છે, મહિલાનું સન્માન હાર્યું છે, સામાન્ય લોકો સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ હાર્યા છે,એક આશા હારી છે. સાચું કહીએ તો હિન્દુસ્તાનની જનતા હારી છે.
લોકસભા ચૂંટણીમાં હાર સ્વિકારના બદલે હાર્દિકે દોષનો ટોપલો લોકો પર ઢોળી દઈને બચવાનો પ્રયત્ન કર્યો છે.