Thursday, April 11, 2024
Google search engine
HomeNationalLoksabha Election 2019 Live: દેશમાં કોની બનશે સરકાર?

Loksabha Election 2019 Live: દેશમાં કોની બનશે સરકાર?

નવી દિલ્હી: દેશની 17મી લોકસભા માટે છેલ્લાં દોઢ મહિનાથી ચાલતી ચૂંટણી પ્રક્રિયાના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. સવારે 8 કલાકથી મતદાનના પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. દરેક વિધાનસભા દીઠ પાંચ મતદાન કેન્દ્રોમાં EVMના પરિણામોની VVPAT સ્લિપ સાથે સરખામણી કરવામાં આવશે. સમગ્ર પક્રિયા પૂર્ણ થયા બાદ જ અધિકારિક રીતે પરિણામોની જાહેરાત કરવામાં આવશે. જેના કારણે પરિણામો આવવામાં 4 કલાક જેટલું મોડું થાય તેવી શક્યતા છે.

લોકસભા ચૂંટણી 2019ના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસના સારા દિવસો આવશે કે પછી ગઠબંધનની નસીબ ચમકશે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page