Saturday, April 20, 2024
Google search engine
HomeNationalપરિણીત મહિલા ને કુંવારી છોરી સાથે થઈ પ્રેમલીલા પછી જે કર્યું તે...

પરિણીત મહિલા ને કુંવારી છોરી સાથે થઈ પ્રેમલીલા પછી જે કર્યું તે વાંચી નવાઈ લાગશે

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યાં દરેક કપલ તેમના દિલની વાત કહી પ્રપોઝ કરે છે. આ દરમિયાન ઘણાં દંપતિની લવસ્ટોરી જાણવા મળે છે. પરંતુ મધ્યપ્રદેશના હરદા જિલામાં એક એવી પ્રેમ કહાણી સામે આવી છે, જે આખા પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં આ પ્રેમ કહાણી કોઈ છોકરા અને છોકરાની નથી. આ કહાણી એક પરિણીત મહિલા અને કુંવારી છોકરીની છે. જેઓ એકબીજાને બહુ પ્રેમ કરે છે. એટલું જ નહીં, બંને સાથે જીવવા-મરવાની કસમો પણ ખાઈ ચૂક્યાં છે.

બંને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં
વાસ્તવમાં પ્રેમનો પાનો ચડાવનાર આ પ્રેમ કહાણી હરદા શહરની છે. જ્યાં એક પરિણીત નગમા નામની મહિલાને બાજુમાં રહેતી અન્નૂ ખાન નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં. નગમાનો પતિ અને બે બાળકો છે, છતાં તે અન્નૂ સાથે રહેવા ઈચ્છે છે. ઉલ્લેખનિય છે કે, બંને યુવતીઓ 5 ફેબ્રુઆરીએ જ ઘરેથી ભાગી ગઈ હતી.

બંનેએ નક્કી કરી દીધું છે, માત્ર એકજ જિદ છે
ઘરેથી ભાગીને યુવતીઓ સીધી હરદા કૃષિ ગંજમાં ‘મુખ્યમંત્રી સમૂહ લગ્ન સમારંભ’ માં પહોંચી. પરિવારજનોએ બંનેની ગાયબ થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેની કૉલ ડીટેલ્સ શોધી તો તેમનું લોકેશન ઈટારસી મળ્યું. ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યાં. પરંતુ બંને એકબીજા સાથે રહેવાની જિદ પર પડેલ છે. જ્યારે તેમનાં ઘરવાળાં તેમની વિરોધમાં છે.

એક મહિલા તો બીજી છોકરાની જેમ રહે છે…
કહેવાય છે કે, પરિણીત મહિલા અને અન્નૂ બંને એકજ ઘરમાં ભાડુવાત હતી. એટલે તેઓ હંમેશાં સાથે જ રહેતી હતી. પરિવારના લોકોને એ જ સમજાતું નથી કે, બંને ક્યારે પ્રેમમાં પડી. હવે જ્યારે બંને ઘરેથી ભાગી ગઈ છે ત્યારે હકિકત સામે આવી.

કહેવાય છે કે, અન્નૂ બાળપણથી જ છોકરાઓની જેમ રહેતી હતી. તે છોકરાઓની જેમ જીન્સ, ટી-શર્ટ પહેરતી હતી. એટલું જ નહીં, તે વાળ પણ છોકરાઓ જેવા જ રાખતી હતી. દૂરથી જોઈને તો સૌ તેને છોકરો જ સમજતા હતા. પરંતુ વાસ્તવમાં એ એક છોકરી છે. આ અનોખી જોડી એકબીજાથી ક્યારેય અલગ ન થવાની કસમો ખાઈ રહી છે. ઘરવાળાં પણ તેમને સમજાવી ન શક્યાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page