Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood'નચ બલિયે'ની 9મી સિઝનમાં TVની કઈ અભિનેત્રીએ સ્ટેજ પર જ બધી હદો...

‘નચ બલિયે’ની 9મી સિઝનમાં TVની કઈ અભિનેત્રીએ સ્ટેજ પર જ બધી હદો વટાવી દીધી

‘નચ બલિયે’ની 9મી સિઝનમાં કંઈના કંઈ નવો મોડ આવી રહ્યો છે. પરંતુ આ વખતે કન્ટેસ્ટન્ટે એટલી હદ પાર કરી હતી કે જજ રવિના ટંડનને ગુસ્સો આવી ગયો હતો અને જોરદાર રીતે ખખડાવી નાખ્યા હતાં. કુંડલી ભાગ્યની અભિનેત્રી મધુરિમાએ ઓન સ્ટેજ કંઈક એવા રિએક્શન આપ્યા હતાં કે રવિના પોતાની જાતને રોકી ન શકી અને કહ્યું કે મધુરિમા બી પ્રોફેશનલ.

ઓનસ્ટેજ જ વિશાલ અને મધુરિમા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી અને મામલો થોડો હદ કરતાં વધારે હાય લેવલ પહોંચી ગયો હતો. વિશાલે કહ્યું હતું કે, એણે મહિલાઓની ઈજ્જતને લઈને મોટી બબાલ ઉભી કરી રાખી છે. એક મહિલા થઈને મહિલાની ઈજ્જત ન કરે…અને તે એ જ મહિલા માટે એક બીજી મહિલા માટે આવીને કહે કે, હું એની ઈજ્જત નથી કરતો. મહિલાની ઈજ્જત ખુબ જરૂરી છે.

આ વાત સાંભળીને જ મધુરિમા ભડકી હતી અને કહ્યું હતું કે, મેં ક્યારેય તમારી માની બેઈજ્જતી…..!! એવામાં વિશાલ તેને રોકે છે અને વાત પુરી કરવા દેતો નથી. તો મધુરિમા તો ગુસ્સામાં લાલપીળી થઈ ગઈ હતી અને માઈકનો ઘા કરી દીધો હતો.


આ બધી બબાલ જોઈને ખુદ રવિના અને અહમદ ખાન દંગ રહી ગયા હતાં. અહમદ ખાને કહ્યું કે, જો તમારો સંબંધ નથી જામતો તો તોડી નાખો. તો મધુરિમા બોલે છે કે, તમે અમને આમ જ એલિમિનેટ કરી દો. ત્યારે જ રવિનાને ગુસ્સો આવે છે અને ભડકતાં જવાબ આપે છે કે, મધુરિમા બી પ્રોફેશનલ. ત્યાર બાદ આખો માહોલ ગરમાઈ જાય છે.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page