પુલ સાથે અથડાતા લક્ઝુરિયર્સ એસયુવી કારના બે ટૂકડા, દેરાણી-જેઠાણી સહિતના 3નાં મોત

National

એક ખૂબ જ ખતરનાક એક્સિડન્ટનો બનાવ સામે આવ્યો છે. જેમાં કારના બે ટૂકડા થઈ ગયા હતા. ફૂલ સ્પીડમાં જતી કાર બાઈક સવારને બચાવવાના ચક્કરમાં પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એસયુવી કારના બે ટૂકડા થઈ ગયા હતા. જેમાં કારમાં પાછળની સીટમાં બેઠેલી ત્રણેય મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આ બનાવ મધ્યપ્રદેશના છિંદવાડાનો છે. પ્રાપ્ત વિગત મુજબ સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે કિયા સેલ્ટોસ એસયુવી કાર લઈને મામાના ઘરે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જતા હતા.

દરમિયાન છિંદવાડા નજીક નાગપુર રોડ સ્થિત ડ્રીમ હોટેલ પાસે તેમની કારની સામે એક બાઈક સવાર આવી ગયો હતો. જેને બચાવવાના ચક્કરમાં કાર ચલાવી રહેલા સચિન જાયસવાલ કાર પરનો કાબૂ ગુમાવી બેઠા હતા અને કાર પુલ સાથે જોરદાર ધડકાથી અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલી ત્રણ મહિલા રોશની જાયસવાલ, માધુરી જાયસવાલ અને પ્રિયા જાયસવાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે

કાર ચલાવતા સચિન જયસવાલ અને નીલમ જાયસવાલને ગંભીર ઈજા પહોંચડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં રોશની અને માધુરી જાયસવાલ દેરાણી-જેઠાણી છે .

પ્રાપ્ત વિગજ મુજબ કાર પુલ સાથે અથડાતા તેના બે ટુકડા થઈ ગયા હતા. જેથી પાછલી સીટમાં બેસેલી ત્રણેય મહિલાના મૃત્યું થયા હતા. જ્યારે કાર ચલાવતા સચિન અને તેની બાજુમાં બેસેલી નિલમને ઈજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *