Sunday, April 14, 2024
Google search engine
HomeNationalચંપલની દુકાનમાં કામ કરતા 18 વર્ષના છોકરાને સો સો સલામ, મૂળ માલિક...

ચંપલની દુકાનમાં કામ કરતા 18 વર્ષના છોકરાને સો સો સલામ, મૂળ માલિક સુધી પહોંચાડ્યા 2 લાખ રૂપિયા

જબલપુરઃ મધ્યપ્રદેશના જબલપુરમાં જૂતા-ચંપલની દુકાનમાં કામ કરનાર માત્ર 18 વર્ષના યુવક પરવેઝે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવકને રસ્તા પરથી 2 લાખ રૂપિયા મળ્યા હતા. તેણે પોલીસની મદદથી તેના માલિક સુધી રૂપિયા પહોંચાડી દીધા હતા. આ રૂપિયા એલઆઈસીમાં કામ કરતાં નવીનકુમાર બેંકમાંથી લોન લઈને ઘર રિપેર કરવા માટે લઈ જતા હતા. નવીન કુમારથી અઢી લાખ રૂપિયા પડી ગયા હતા. જોકે, તેમને 2 લાખ રૂપિયા જ પાછા મળ્યા, કારણ કે 50 હજાર કોઈ અન્ય વ્યક્તિને મળ્યા હતા અને પરત આપ્યા નહીં.

નવીનકુમારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ પૈસા બેંકમાંથી કાઢીને ઘરે પરત ફરતા હતા. જોકે, વચ્ચે શાકભાજી ખરીદતા સમયે પૈસા નીચે પડી ગયા હતા. તેમણે આ અંગેની ફરિયાદ લાર્ડગંજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. એક દિવસ બાદ નવીનકુમારે પૈસા પરત આવશે, તે આશા જ મૂકી દીધી હતી. જોકે, તેમને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તેમના નીચે પડેલા પૈસા મળી ગયા છે. જ્યારે નવીનકુમાર પોલીસ સ્ટેશન ગયા ત્યારે 18 વર્ષીય પરવેઝે પૈસા પરત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પરવેઝ ઉર્દૂ નામ છે અને તેનો અર્થ નસીબ થાય છે.

નયા મોહલ્લામાં રહેતો પરવેઝ લાર્ડગંજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ચંપલની દુકાનના વેપારી શેખ અબ્દુલના ત્યાં કામ કરે છે. પરવેઝે કહ્યું હતું કે તે 19 જુલાઈના રોજ ચા લેવા ગયો હતો. ચા પીને પરત ફર્યો તો ભીડ હતી. એક રીક્ષાવાળાએ બે લાખનું બંડલ લીધું અને ત્રણ-ચાર લોકો ત્યાં ઊભા હતા. તેણે રીક્ષાવાળા પાસેથી પૈસા લીધા. પછી તેણે દુકાનમાં શેખભાઈને પૈસા આપી દીધા હતા. તેના મનમાં એક જ વાત હતી કે લગ્નની સિઝન ચાલે છે તો કોઈ ખરીદી માટે આવ્યું હશે. તેણે આસપાસના દુકાનમાં પણ આ વાત કહી હતી, પરંતુ રાતના 10 વાગ્યા સુધી કોઈ આવ્યું જ નહીં.

રામેશ્વર કોલોની કોતવાલી નિવાસી નવીન કુમારે કહ્યું હતું કે રૂપિયા પડી જવાથી તે ઘરમાં નિરાશ થઈને બેઠાં હતાં. તેમને વિશ્વાસ નહોતો કે પૈસા બીજીવાર મળશે. પછી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો અને તે પોલીસ સ્ટેશનમાં પરવેઝ ખાન તથા શેખ અબ્દુલને મળ્યા હતા. ટીઆઈ પ્રફુલ્લ શ્રીવાસ્તવની હાજરીમાં પરવેઝે પૈસા પરત આપ્યા હતા. 18 વર્ષીય યુવકની ઈમાનદારી પર નવીન કુમારે બે હજાર રૂપિયા આપ્યા હતા.

પરવેઝે કહ્યું હતું કે તે 20 જુલાઈના રોજ જ્યારે શેખુભાઈને ખબર પડી કે કોઈના અઢી લાખ રૂપિયા પડી ગયા છે અને તેણે ઘર બનાવવા માટે લોન લીધી હતી. તેના જ અઢી લાખ રૂપિયા પડી ગયા છે. તે ભાઈના 2 લાખ રૂપિયા તો મળી ગયા, પરંતુ 50 હજાર રૂપિયા અન્ય કોઈ વ્યક્તિ લઈ ગઈ. તે અને શેખુભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા.

દુકાનના માલિક શેખુભાઈએ કહ્યું હતું કે તે માર્કેટમાં રહીને બિઝનેસ કરે છે. તે બેઈમાની કરી શકે નહીં. બજારમાં અનેક લોકો લાખો રૂપિયા લઈને ખરીદી માટે આવે છે. પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરે છે તેની જાણ તેમના ચહેરા જોઈને થઈ જાય છે. પૈસા મળ્યા તો એમ જ થયું કે કોઈની દીકરીના લગ્ન હશે અને તે પિતાની હાલત અત્યારે કેવી હશે. પરવેઝના મતે, શેખુ ભૈયાની દુકાનમાં તેણે આનાથી પણ વધારે પૈસા જાય છે. બે લાખ જોઈને તેનું થયું કે તે બસ બીજાની અનામત પરત કરી દે.

શું હતી પૂરી ઘટના? રામેશ્વર કોલોની કોતવાલીમાં રહેતા નવીન કુમારનું ઘર જર્જરીત થઈ ગઈ છે. રિપેરિંગ માટે પાંચ લાખ રૂપિયાની હાઉસિંગ લોન લીધી હતી. મઢાતાલ સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. બેગમાં મૂકીને ઘર જતા હતા. 20 મિનિટ પછી લટકારીની પાસે શાકભાજી લેવા રોકાયા હતા. ત્યારે બેગમાંથી 2.5 લાખ રૂપિયા પડી ગયા હતા. ઘરે ગયા બાદ નવીન કુમારને ખબર પડી કે પૈસા પડી ગયા છે. તેમણે તરત જ લાર્ડગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એસપી સિદ્ધાર્થ બહુગુણાએ કહ્યું હતું કે નયા મોહલ્લામાં રહેતા પરવેઝ તથા શેખ અબ્દુલની પ્રામાણિકતાના જેટલા પણ વખાણ થાય તેટલા ઓછા છે. તેઓ આપણા સમાજના અસલી હીરો છે. બંનેને પોલીસ કંટ્રોલ રૂમમાં બોલાવીને સન્માનિત કરવામાં આવશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your imagination soar! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. I participated on this gambling site and won a substantial sum of earnings. However, afterward, my mother fell seriously sick, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I urgently ask for your support in bringing attention to this issue with the online casino. Please help me in seeking justice, to ensure others won’t endure the pain I’m facing today, and stop them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page