માસીની સામે જ સગી ભત્રીજીની હત્યા કરી, એક દીકરાની માતા સાથે ચાલતું હતું અફેર

એક યુવકે બર્થડે પાર્ટીમાં પરિણીત પ્રેમિકાની ગળું કાપીને હત્યા કરી હતી. હત્યા પ્રેમિકાની માસી અને તેના 14 વર્ષના દીકરા સામે કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપી નિક્કી સાહુએ કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી તેમના સંબંધો હતા. પ્રેમિકા ઘરેણા અને પૈસાની સતત માગણી કરતી હતી. તે આ માગણીથી કંટાળી ગયો હતો અને અંતે તેણે હત્યા કરી દીધી હતી.

આ ઘટના મધ્યપ્રદેશના ઝાંસી સ્થિત નારાયણ બાગની છે. નિક્કી તથા મોનિકાના લવ અફેર અંગે પરિવારને પણ ખ્યાલ હતો. મોનિકા પિયરમાં રહેતી હતી. પોલીસે કહ્યું હતું કે શનિવાર 13 ઓગસ્ટના રોજ નિક્કીનો બર્થડે હતો. નિક્કીએ ફોન કરીને મોનિકાને રાત્રે નારાયણ બાગમાં બોલાવી હતી. પાર્ટીમાં મોનિકાની માસી નીલમ તથા માસીનો દીકરો રાજ પણ હતો. પોલીસે આગળ કહ્યું હતું કે કેક જે ચાકુથી કાપી હતી તે જ ચાકુથી મોનિકાની હત્યા નિક્કીએ કરી હતી.

સ્કૂટી ખાડામાં પડી ગયુંઃ ઘટના બાદ નિક્કી ભાગી ગયો હતો. લોહીથી લથપથ મોનિકાના શ્વાસ ચાલતા હતા. માસી નીલમ ને તેમનો દીકરો રાજ, મોનિકાને સ્કૂટી પર બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, રસ્તામાં સ્કૂટી ખાડામાં પડ્યું હતું. મોનિકા નીચે પડી ગઈ હતી. આસપાસના લોકો ગળામાંથી નીકળતું લોહી જોઈને ડરી ગયા હતા. ત્યારબાદ નીલમે માંડમાંડ ઓટો કરીને મોનિકાને હોસ્પિટલ પહોંચાડી હતી. અહીંથી પછી નીલમ ને રાજ ભાગી ગયા હતા. મોડી રાત્રે મોનિકાનું અવસાન થયું હતું.

લગ્નના બે વર્ષ બાદ અફેરઃ તાલપુરામાં રહેતી 24 વર્ષીય મોનિકા ઉર્ફે મોનાના સાડા છ વર્ષ પહેલાં લક્ષ્મીગેટ આગળ રહેતા વિજય સાથે થયા હતા. વિજય પેઇન્ટરનું કામ કરે છે. બંનેને પાંચ વર્ષનો દીકરો છે. પરિવારમાં બધું જ ઠીક છે. ચાર વર્ષ પહેલાં નિક્કીની મિત્રતા સાહુ એટલે કે નિખિલ સાથે થઈ હતી. નિક્કી ઓટો ચલાવે છે. બંનેની મુલાકાત રસ્તામાં થતી હતી.

3 મહિના પહેલાં ઝઘડીને પિયર ગઈઃ મોનિકના પતિ વિજયે કહ્યું હતું કે તેને અઢી વર્ષ પહેલાં મોનિકાના અફેર અંગે જાણ થઈ હતી. તેણે અનેકવાર મોનિકાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માનતી નહોતી. અંતે હારી થાકીને તેણે ડિવોર્સ માગ્યા હતા. જોકે, મોનિકાએ ડિવોર્સ આપવાની ના પાડી દીધી હતી. ત્રણ મહિના પહેલાં મોનિકા ઝઘડીને પિયર ગઈ હતી. 15 દિવસ પહેલાં મોનિકાએ તેને ફોન કરીને થોડાં દિવસ બાદ ઘરે આવવાની વાત કહી હતી.

પતિએ કહ્યું- પ્રેમી સાથે રહેતી હતીઃ પતિએ વધુમાં જણાવ્યું હતું કે મોનિકા પિયર ગઈ પછી તેને ખબર પડી કે તે નિક્કી સાથે ભાડાના ઘરમાં રહે છે. તે આ વાતની ખાતરી કરવા ગયો હતો. બાજુના રૂમમાં મોનિકાની માસી નીલમ રહેતી હતી. જ્યારે તેણે મોનિકાને સમજાવવાનો પ્રયાસ કર્યો તો નિક્કી તથા અન્ય લોકોએ ભેગા મળીને તેનું માથું ફોડી નાખ્યું હતું, તેણે પોલીસ ફરિયાદ પણ કરી હતી. નીલમમાસીને આ બધી વાતોની ખબર છે.

Similar Posts