Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightકલેક્ટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે Cityની ગંદકી સાફ, લોકોની સાથે...

કલેક્ટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે Cityની ગંદકી સાફ, લોકોની સાથે CMએ પણ કર્યા વખાણ

ભોપાલ: વિદિશાના કલેક્ટર લોકોની હાજરીમાં ગટર સાફ કરતાં જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યા હતાં. કલેક્ટર જાતે સફાઈ કરતા જોવા મળતાં લોકો પણ તેમની સાથે સફાઈ કરવા જોડાયા હતાં. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં આ સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું.

મધ્યપ્રદેશના વિદિશાના જિલ્લાના કલેક્ટરની સોશિયલ મીડિયામાં ચર્ચાઓની સાથે વખાણ પણ થઈ રહ્યા છે. કલેક્ટર પોતે ગટરની સફાઈ કરતા જોવા મળ્યા છે. આ તસવીરોને લઈને લોકોને પણ સફાઈ બાબતે પ્રોત્સાહન મળી રહ્યું છે. કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે સફાઈ અભિયાનને સામાન્ય લોકોના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.

કલેક્ટરને સફાઈ કરતાં જોઈને લોકો પણ સફાઈ અભિયાનમાં જોડાવા લાગ્યા હતાં. એટલું જ નહીં લોકો જ નહીં પરંતુ ખુદ મુખ્યમંત્રી કમલનાથે પણ આ અભિયાનને બિરદાવ્યું છે અને કલેક્ટરના ભરપુર વખાણ કર્યાં હતાં.

કલેક્ટર પોતે જ સાધનો લઈને આવી જાય છે. પોતે જ ગટરમાં ઉતરે છે અને સફાઈ કરતા જોવા મળે છે. કલેક્ટરનું કહેવું છે કે, કર્મચારીઓ પાસેથી કામ લેવાની પણ મર્યાદા હોય છે. આથી લોકોની ભાગીદારી વધે તે માટે પોતે જ આ કામ કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, જે કામ સમાજ માટે કરવાનું છે તેને સમાજને સાથે રાખીને જ સારું કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page