વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ શરીર બન્યું ચુંબક! વૃદ્ધનનો અજીબ દાવો

National

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધે કોરોનાનો બીજો ડોઝ લીધા બાદ એક વિચિત્ર દાવો કર્યો છે. વૃદ્ધનું કહેવું છે કે બીજો ડોઝ લગાવ્યા પછી તેના શરીરમાં એક ચુંબકીય શક્તિ પેદા થઈ છે. જેના કારણે સ્ટીલના વાસણો તેના શરીર સાથે સરળતાથી ચોંટી જાય છે. આ વસ્તુને પ્રમાણિત કરવા માટે ખુદ વૃદ્ધે એક વીડિયો બનાવડાવ્યો છે. આ ઘટના બહાર આવતાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ તપાસનો આદેશ આપ્યો છે. (OneGujarat.com આ દાવાની પુષ્ટી કરતું નથી)

નાસિકના વૃદ્ધ અરવિંદ જગન્નાથ સોનારે આ દાવો કર્યો છે. તેમણે થોડાક દિવસ પહેલાં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા. બંને ડોઝ લીધા બાદ જ તેમના શરીરમાં અજીબ ચુંબકીય શક્તિનો વિકાસ થયો હતો. અરવિંદ સોનાર નામના આ વૃદ્ધ નાસિકના શિવાજી ચોકમાં પરિવાર સાથે રહે છે.

આ અંગે અરવિંદ સોનારાના પુત્ર જયંતે જણાવ્યું હતું કે એક દિવસ મે મારા પિતાના શરીરના ભાગ પર કેટલાક સિક્કા જોયા હતા. શરૂઆતમાં મને લાગ્યું કે તે ઉંઘી રહ્યા હશે અને જ્યારે તે જાગ્યા ત્યારે પરસેવાને લીધે બેડ પર પડેલા સિક્કા તેમને ચોટી ગયા હશે. બાદમાં પિતાને નવડાવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ ચેક કરીને જોયું તો સ્ટીલના વાસણો તેમના શરીર સાથે ચોંટતા હતા.

આ ઘટનાના પ્રમાણિત કરવા માટે પરિવારે પરિવારે વીડિયો તૈયાર કરી જિલ્લા વહિવટીતંત્રને આ અંગે માહિતી આપી છે. સ્થાનિક વહિવટીતંત્રએ પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે અહીં તપાસ માટે પહોંચી હતી અને તેમને ભારે આશ્ચર્ય થયું હતું.

અરવિંદ સોનારની તપાસ કરવા માટે પહોંચેલા ડોક્ટર અશોક થોરાટે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ એક સંશોધનનો વિષય છે અને અત્યાર સુધી કોઈ જ ટિપ્પણી કરવી તે ઘણી ઉતાવળ હશે. અત્યારે અમે આ અંગેનો રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને મોકલશું અને તેમના દિશા-નિર્દેશ પ્રમાણે કામ કરશું.

બીજી તરફ નાસિકના સિટી હોસ્પિટલના ડો.નવીન બાઝીના મતે આ પ્રથમ એવી ઘટના છે કે જ્યારે વેક્સિનેશન બાદ એક હાથ પર લોખંડ અને સ્ટીલનો સામાન ચિપકી રહ્યો છે. તેમણે એ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરમાં સલાહ લેવી જોઈએ કે જ્યાં તેમણે વેક્સિન લીધી છે. જોકે, આ અગાઉ આ પ્રકારની ઘટના ક્યારે સામે આવી ન હતી. આ એક સંશોધનનો વિષય છે.

વૃદ્ધ અરવિંદ સોનારના દીકરા જયંત સોનારે જણાવ્યું હતું કે મે મારા પિતાના શરીરના ભાગ પર કેટલાક સિક્કા જોયા. શરૂઆતમાં મને લાગ્યું કે તે ઉંઘી રહ્યા હશે અને જ્યારે તે જાગ્યા ત્યારે પરસેવાને લીધે બેડ પર પડેલા સિક્કા તેમને ચોટી ગયા હશે. થોડી વાર પછી તેમણે અન્ય કેટલીક વસ્તુઓ શરીર સાથે ચિપકાવી દીધી તો અમારી ધારણા સંપૂર્ણપણ બદલાઈ ગઈ. જોકે, અમે આ વાતની પુષ્ટી કરવા માટે તેને સ્નાન કરાવ્યું અને ફરી તપાસ કરી તો સામાન્ય વજન ધરાવતી સામગ્રી પણ તેમના શરીર સાથે ચોટી જતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *