સગી બહેનને લગ્નના એક વર્ષ બાદ વિધવા બનાવી, ચાકુથી છાતી ને ચહેરો પર હુમલો કર્યો

હૈદરાબાદમાં ઓનર કિલિંગનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. લવ-મેરેજનો બદલો લેવા માટે એટલો નિર્દયતાથી માર્યો કે ચહેરો પણ કોઈ ઓળખી ના શકે. મૃતક નીરજ પંવારની પત્નીએ આક્ષેપ લગાવ્યો છે કે, તેના ભાઈઓએ જ આ હત્યા કરી છે. આ સાથે જ યુવતીના પિયર પક્ષ તરફથી એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, બંનેના પ્રેમલગ્ન બાદ સમાજની અન્ય યુવતીઓ પણ ભાગીને લગ્ન કરવા લાગી હતી. આ વાતથી ગુસ્સે થઈને સમાજના છોકરાઓએ તેને મારી નાખ્યો.

બીજી તરફ હૈદરાબાદ પોલીસે હત્યા કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક સગીર છે અને બે સંજનાના ભાઈઓ છે. એક ભાઈ અને અન્ય એક આરોપી હજી ફરાર છે. આ હત્યામાં સંજનાના 3 ભાઈઓ અને તેમના 3 મિત્રો સામેલ હતા. આ કેસમાં મૃતક નીરજ પંવાર ઉર્ફે બંટીની પત્ની સંજનાએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો હતો.

વાસ્તવમાં નાગૌરના તાઉસરના રહેવાસી 22 વર્ષીય નીરજની શુક્રવારે રાત્રે હૈદરાબાદમાં હત્યા કરવામાં આવી હતી. નીરજ માલીએ એક વર્ષ પહેલાં સંગીતા યાદવ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદથી જ યુવતીના પરિવારજનો નીરજને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પાંચ હુમલાખોરોએ નિરજની ઘાતકી હત્યા કરી હતી. છરી વડે હુમલો થયા બાદ તે પોતાનો જીવ બચાવીને એક દુકાનની અંદર દોડી ગયો હતો, પરંતુ બદમાશોએ તેને ત્યાંથી ખેંચીને લઈ ગયા હતા અને તેને જોતા જ તેના પર ચાકુથી હુમલો કરી દીધો હતો. તેના ચહેરા પર પણ નિર્દયતાથી ચાકુ મારવામાં આવ્યું હતું. ચહેરા પર એટલા બધા ઘા માર્યા કે, કોઈ ચહેરો પણ ઓળખી ના શકે.

સંજનાની ભાભીએ કહ્યું- સમાજના છોકરાઓએ કરી હત્યા
આ આખી ઘટના અંગે મૃતક નિરજની પત્ની સંજનાની પિયર પક્ષનું નિવેદન પણ બહાર આવ્યું છે. સંજનાની ભાભીએ મીડિયા સામે આવીને જણાવ્યું કે, તેની ભાભી સંજના યાદવે પ્રેમલગ્ન કર્યા છે. આ ઘટના બાદ એક પછી એક યાદવ સમાજની અન્ય 3-4 છોકરીઓએ પણ ઘરમાંથી ભાગીને લવ મેરેજ કર્યા હતા. જેનાથી સમાજના અનેક લોકો રોષે ભરાયા હતા.આ કારણોસર સમાજના કેટલાક છોકરાઓએ મળીને નીરજની હત્યા કરી નાખી છે. તેના પરિવારનો આ હત્યા સાથે કોઈ સંબંધ નથી. આ ઘટના સમયે તે બધા જ તેના ઘરે હાજર હતા. લગ્ન પહેલા એક વર્ષથી બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હતું.

લગ્ન બાદ બંનેએ વીડિયો જાહેર કર્યો હતો
એક વર્ષ પહેલા બંનેએ હૈદરાબાદના ગણેશ મંદિરમાં લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ આ બંનેએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે, તે બંને પોતપોતાની મરજીથી લગ્ન કરી રહ્યાં છે. સંગીતાએ એમ પણ કહ્યું હતું કે, તે પોતાની મરજીથી લગ્ન કરી રહી છે અને તે હવે ઘરે જવા માગતી નથી. અહીં નીરજની હત્યા બાદ પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે.

સંજના કહે છે કે, તેના ભાઈઓએ જ તેના પતિની હત્યા કરી હતી. તે તેમને સારી રીતે જાણે છે કે, તેનો ભાઈ તેના લવ મેરેજથી ગુસ્સે હતો. તે નીરજ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેણે હૈદરાબાદના અફઝલગંજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. સંજના એ જણાવ્યું હતું કે, તેના લગ્ન બાદથી જ તેના પિતાના લોકોએ ના તો તેની સાથે વાત કરી હતી કે ના તો તેણે ક્યારેય તેમની સાથે વાત કરી હતી.

Similar Posts