Head Tag: Body Tag:

બેડરૂમમાં આ રીતે મજા કરે છે મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની સુંદરતા અને હોટ-બોલ્ડ અદાઓ માટે ઓળખાય છે. બોલિવૂડની આ અભિનેત્રીએ પોતાના લટકાં-જટકાં અને કાતિલ અદાઓથી ચાહકોને પાગલ કર્યાં છે. એટલું જ નહીં હોટ અને બોલ્ડ અદાઓ પાછળ તો ચાહકો જ નહીં પણ બોલિવૂડ અભિનેતા અર્જૂન કપૂર પણ લટ્ટૂ થઈ ગયો છે.

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરનો પ્રેમ જગ-જાહેર છે. બન્ને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વર્ષ 2017માં મલાઈકાએ અભિનેતા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતાં પરંતુ ત્યાર પછી તે અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.

બોલિવૂડમાં એવી ચર્ચાઓ ચાલી હતી કે, છૂટાછેડા લીધા પહેલાં જ મલાઈકા અરોરા જ 12 વર્ષ નાના અર્જૂન કપૂરના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. જેના કારણે મલાઈકાના અરબાજ સાથે છૂટાછેડા થયા હતાં. પરંતુ મલાઈકા અને અરબાજની વચ્ચે પહેલાથી અણબનાવ ચાલતો હતો. વર્ષ 1998માં લગ્ન થયા અને 2017માં છૂટાછેડા થયા હતાં.

છૂટાછાડ પછી મલાઈકા આજે પણ સંપૂર્ણ રીતે અર્જૂન કપૂરના પ્રેમમાં કેદ છે. બન્ને ઘણીવાર એકસાથે જોવા મળે છે. હાલમાં જ અર્જૂન પોતાની લેડી લવ મલાઈકાની સાથે પોતાની બહેન સોનમ કપૂરના ઘરે પહોંચ્યો હતો. મોડી રાતે અર્જૂન અને મલાઈકાને સોમનના ઘરે સ્પોટ કરવામાં આવ્યા હતાં. બન્ને સોનમના પુત્રને જોવા પહોંચ્યા હતાં.

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા પોતાની પર્સનલ જિંદગીને લઈને પણ બહુ જ ચર્ચામાં રહે છે. મલાઈકા અરબાજ સાથે છૂટાછેડાથી લઈ અર્જૂન કપૂર સાથે ડેટ સુધી ખૂબ જ ચર્ચામાં રહી ચૂકી છે. એટલું જ નહીં મલાઈકા અરોરાએ એક દિવસ પોતાના બેડરૂમ સિક્રેટનો પણ ખુલાસો કર્યો હતો.

મલાઈકાએ પોતાના ફેવરેટ સેક્સ પોઝિશન પણ કહી દીધી હતી. જોકે એકવાર બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટરમાં પહોંચી હતી. ત્યારે નેહાની સામે મલાઈકાએ પોતાના પર્સનલ જિંદગીના રાજ ખોલ્યા હતાં. નેહાએ મલાઈકાને સવાલ કર્યો હતો કે, તેને કેવા છોકરા પસંદ છે તો તેના જવાબમાં મલાઈકાએ કહ્યું હતું કે, તેને બીયર્ડ બોય્ઝ પસંદ છે અને જે છોકરાઓનું સેન્સ ઓફ હ્યુમર સારું હોય.

નેહાની સામે મલાઈકાએ પોતાની સૌથી ફેવરિટ સેક્સ પોઝિશન પણ કહી દીધી હતી. નેહા ધૂપિયાએ મલાઈકાને સવાલ કર્યો કે, પોતાની ફેવરેટ સેક્સ પોઝિશન કઈ છે? તો મલાઈકાએ શરમાયા વગર જ આ સવાલનો જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, મને ઉપર રહેવું પસંદ છે. મલાઈકાનો જવાબ સાંભળીને નેહા અને મલાઈકા બન્ને હસી પડ્યા હતાં.