આ 10 ફૂડના વધુ સેવનથી પુરૂષોની પ્રજનન ક્ષમતાને પણ થઈ શકે છે અસર

Featured Recipe

મુંબઈ: આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીના કારણે ખાણી-પીણી અને રહેણી-કરણી બધુ બદલાઈ રહ્યું છે. તેની અસર ન તો ફક્ત પર્સનલ લાઈક પર પરંતુ વૈવાહિક જીવન પર પણ પડે છે. ખોટા ડાયેટ અને પોષણની કમીથી પૂરુષોની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ રહી છે. આવી સ્થિતિમાં સંતુલિત ડાયેલટ લેવું ખૂબ જરૂરી છે. આવો અમે તમને જણાવીએ છીએ કે પૂરૂષોએ ભૂલથી પણ કઈ-કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ, જેનાથી તેને શારીરિક નબળાઈ આવી શકે છે.

  • (1) ફૂદીનો: ફૂદીનામાં મેન્થોલ હોય છે. તેના વધારે ઉપયોગથી સેક્સ્યુઅલ પર્ફોમન્સ પર વિપરિત પ્રભાવ પડી શકે છે.
  • (2) સોયા મિલ્ક અને સોયા પ્રોડક્ટ: હાર્વર્ડ યૂનિવર્સિટીના રિસર્ચ અનુસાર સોયા મિલ્ક અને સોયા પ્રોડક્ટમાં હાજર આઇસોફ્લેવોન ફાયટોએસ્ટ્રોજન સેક્સ હોર્મોન્સને પ્રભાવિત કરે છે અને સ્પર્મની સંખ્યા ઓછી કરે છે.
  • (3) આલ્કોહોલ : અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના આધારે વધારે પ્રમાણમાં આલ્કોહોલ મેલ રિપ્રોડક્શન સિસ્ટમને પ્રભાવિત કરે છે.
  • (4)ઓઇલી અને જંક ફૂડ: 2009માં કેલિફોર્નિયા યૂનિવર્સિટીના સ્ટડીને આધારે તેનું કારણ કોલેસ્ટ્રોલ લેવલ વધવું હોઇ શકે છે. તેનાથી હાર્ટ ડિસીઝ થઇ શકે છે.
  • (5)કૉફી-કોલ્ડ્રીંક્સ: અમેરિકામાં થયેલા એક રિસર્ચ પ્રમાણે પુરૂષોએ વધુ કૉફી અને કોલ્ડ્રીંક્સનો ઉપયોગ ન કરવો જોઈએ. કૉફી-કોલ્ડ્રીંક્સમાં હાજર કેફીનથી સ્પર્મની સંખ્યા ઓછી થઈ શકે છે.
  • (6) ડેરી પ્રોડક્ટ્સ: 2003માં જૉન હોપકિન્સ યૂનિવર્સિટીના એક સ્ટડીના આધારે વધારે પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ લેવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધારે રહે છે.
  • (7) પેકેજ્ડ ફૂડ: તેમાં મિક્સ કરાતા પ્રિઝર્વેટિવ્સ પુરુષોમાં નબળાઇનું કારણ બને છે. તેના કારણે મેદસ્વીતા અને કેન્સરની સમસ્યા થઇ શકે છે.
  • (8) ટી ટ્રી ઓઇલ અને લેવન્ડર ઓઇલ: અનેક સ્ટડીના આધારે ટી ટ્રી ઓઇલ અને લેવન્ડર ઓઇલના વધારે ઉપયોગથી પુરુષોના બ્રેસ્ટ મહિલાઓના જેવા દેખાય છે.
  • (9) રિફાઇન્ડ શુગર: અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના આધારે તેમાં એમ્પ્ટી કેલોરીઝ હોય છે જે ફાયદો આપવાને બદલે પેટની ચરબી અને વજન વધારે છે.
  • (10)પ્રોસેસ્ડ મીટ: પ્રોસેસ્ડ મીટ ખાવાથી સ્પર્મની ક્વાલિટી પર અસર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *