Monday, April 15, 2024
Google search engine
HomeNationalલારીવાળાને ના આવી સહેજેય શરમ, જાહેરમાં જ શાકભાજી પર બાથરૂમ કર્યું

લારીવાળાને ના આવી સહેજેય શરમ, જાહેરમાં જ શાકભાજી પર બાથરૂમ કર્યું

શાકભાજી પર ટૉયલેટ કરી વેચવાના આરોપમાં બરેલી પોલીસે એક શાકભાજીવાળાની ધરપકડ કરી છે. આરોપીનું નામ શરીફ (55) છે. તેને પકડતાં પહેલાં કાર સવાર યુવકે શાકભાજી વિક્રેતાએ તેની આ હરકતનો વીડિયો બનાવ્યો છે. આ બાબત અંગે ગ્રાહકોને ખબર પડતાં જ, તેમણે પોતાનો વિશ્વાસ તૂટતાં શાકવાળાને માર માર્યો અને પછી પોલીસને બોલાવી તેને સોંપી દીધો. પોલીસે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી દીધી છે. શરીફે તેની સફાઈમાં કહ્યું, “હું બીમાર હતો. એટલે હું લારીનો સહારો લઈને ટૉયલેટ કરી રહ્યો હતો.”

કારમાં બેસીને બનાવ્યો વીડિયો
શાકભાજી પર ટૉયલેટ કરવાનો વીડિયો દુર્ગેશ કુમાર ગુપ્તાએ બનાવ્યો છે. તે હિંદુ જાગરણ મંચ સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું, “હું કારથી કૈલાશ હોસ્પિટલ પાસેથી જઈ રહ્યો હતો. આ દરમિયાન જ કોઈ કામથી રોકી. અચાનક મારી નજર કૉલોનીના રસ્તા પાસે ઊભેલ શાકભાજીની લારી પર પડી. મેં જોયું કે, શાકવાળો લારીની આડમાં લારીની નીચે મૂકેલ શાકભાજી પર ટૉયલેટ કરી રહ્યો છે.”

તેમણે કહ્યું, “મેં તેની આ હરકતનો વીડિયો મારા મોબાઈલમાં બનાવી લીધો. ત્યારબાદ હું તેની લારી પાસે ગયો અને પૂછપરછ શરૂ કરી. તેણે પોતાનું નામ શરીફ કહ્યું. ત્યારબાદ મેં શરીફને શાકભાજી પર ટૉયલેટ કરવા અંગે પૂછ્યું તો, તે ઊંધો મારા પર જ વરસી પડ્યો અને મારા પર ગુસ્સે થઈ ગયો.”

જે લોકો તેને બચાવવા આવ્યા, તેમણે જ તેને માર્યો
દુર્ગેશે દાવો કર્યો છે કે, ત્યારબાદ મારા અને શાકભાજીવાળા વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. અમારો અવાજ સાંભળી આસપાસના લોકો આવી ગયા. પહેલાં તો તેમણે શાકવાળાનો પક્ષ લીધો. પરંતુ જ્યારે મેં વીડિયો બતાવ્યો ત્યારે એ લોકો પણ ગુસ્સે થઈ ગયા. શરીફની મદદ કરવા આવેલ લોકોએ જ એને માર માર્યો.

જોકે, આ દરમિયાન શરીફ બેક ફુટ પર ગયો. લોકોનો ગુસ્સો જોતાં તેણે માફી માંગી અને કહ્યું, હું 35 વર્ષથી શાક વેચું છું. ભૂલ થઈ ગઈ. આ બાબતે પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસ શરીફને પ્રેમ નગર પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં દુર્ગેશની ફરિયાદના આધારે શરીફ પર સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાની અને ધાર્મિક લાગણીને ઠોસ પહોંચાડવા સહિત અન્ય ધારાઓના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો અને તેની ધરપકડ કરી દેવામાં આવી.

35 વર્ષથી વેચતો હતો શાક
આ ઘટનાની માહિતી જ્યારે શરીફના પરિવારજનોને મળી ત્યારે તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યાં ત્યાં શરીફના દીકરાએ કહ્યું કે, અબ્બૂ 35 વર્ષથી શાકભાજી વેચવાનું કામ કરે છે. ક્યારેય કોઈ ફરિયાદ સાંભળવા નથી મળી. SSP સત્યાર્થ અનિરૂદ્ધ પંકજનું કહેવું છે કે, આરોપીની પૂછપરછ ચાલું છે. કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. વીડિયોમાં તે લારી નીચે મૂકેલ શાકભાજી પર ટૉયલેટ કરતો જોવા મળે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page