|

‘મેન vs વાઈલ્ડ’: PM નરેન્દ્ર મોદીએ બેયર ગ્રિલ્સ સાથે જંગલમાં જોવા મળ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા શો ‘મેન vs વાઈલ્ડ’માં શોનાં હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે પોતાના જીવનની ઘણી વાતો શેર કરી હતી. આ દરમિયાન ગ્રિલ્સે નરેન્દ્ર મોદીનાં જીવનથી સંબંધિત ઘણાં પ્રશ્નો પુછ્યાં હતાં. જેના પીએમ મોદીએ શાનદાર રીતે જવાબ આપ્યા હતાં. બેયર ગ્રિલ્સે પ્રધાનમંત્રી મોદીથી પ્રશ્ન પૂછ્યો હતો કે, તેમણે બાળપણમાં એક મગર પકડ્યો હતો. આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, તેઓ બાળપણમાં રમત રમતમાં એક મગર પકડીને ઘરે લાવ્યા હતાં ત્યાર બાદ તેમણે મગરને પાછો છોડી દીધો હતો.


નરેન્દ્ર મોદીએ બેયર ગ્રિલ્સને જણાવ્યું હતું કે, 17-18 વર્ષની ઉંમરમાં મેં ઘર છોડ્યું હતું. કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે હું શું કરું. હું હિમાલય ગયો. અહીંનાં લોકો સાથે સમય વિતાવ્યો. તપસ્વીઓને મળ્યો. જંગલમાં કંઈક વાત છે જે સૌને બરાબર કરી દે છે. પીએમ મોદીએ બેયર ગ્રિલ્સને જણાવ્યું હતું કે, જો આને વેકેશન કહીએ તો 18 વર્ષમાં આ તેમનું પહેલું વેકેશન છે.


બેયર ગ્રિલ્સે પીએમ મોદીને પુછ્યું હતું કે, તેમના મનમાં પહેલીવાર વડાપ્રધાન બનવાનો વિચાર ક્યારે આવ્યો? આ પ્રશ્નનાં જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, લગભગ 13 વર્ષ એક રાજ્યનો સીએમ રહ્યો. ત્યાર બાદ દેશની જનતાએ પીએમ બનાવી દીધો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે હંમેશા વિકાસ પર ધ્યાન આપ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *