Sunday, April 14, 2024
Google search engine
HomeNationalઅપરિણીત દિયરે સગી ભાભી પર જ કર્યો બળાત્કાર, પતિએ ચૂપચાપ જોયા કરતો

અપરિણીત દિયરે સગી ભાભી પર જ કર્યો બળાત્કાર, પતિએ ચૂપચાપ જોયા કરતો

વાઇફ સ્વેપિંગની શરમજનક ઘટના સામે આવી છે. પીડિતે કહ્યું હતું કે પતિએ છેતરપિંડી કરીને વાઇફ એક્સચેન્જ પાર્ટીમાં લઈ ગયો હતો. અહીંયા તેની સાથે શરમજનક ઘટના બની હતી. તેણે પોલીસ ફરિયાદ કરી, પરંતુ કંઈ જ થયું નહીં. અંતે તેણે કોર્ટમાં અરજી કરી. કોર્ટના આદેશ બાદ પતિ ને દિયર વિરુદ્ધ કેસ દાખલ થયો છે.

પીડિતા મંડીની રહેવાસી છે. તેણે બીજા લગ્ન 14 જાન્યુઆરી, 2021ના રોજ ગુરુગ્રામમાં કર્યા હતા. શરૂઆતમાં બધું જ ઠીક ચાલતું હતું. જોકે, એક દિવસ પતિ શોપિંગના બહાને વાઇફ એક્સચેન્જ પાર્ટીમાં લાવ્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે ત્યાં તેની ઇજ્જત સાથે રમત રમવામાં આવી હતી. તેણે આરોપ મૂક્યો છે કે ત્યારબાદ તેણે ના પાડી તો પતિએ તેની સાથે કુકર્મ કર્યું હતું.

પીડિતાએ એમ પણ કહ્યું હતું કે દિયરે પણ તેની પર રેપ કર્યો છે. જ્યારે તેણે પતિને ફરિયાદ કરી તો તેણે એક પણ વાત કાને ધરી નહોતી. પતિએ એવું કહ્યું હતું કે તેના લગ્ન થયા નથી, જ્યાં સુધી તેના લગ્ન નહીં થાય ત્યાં સુધી એ જ રીતે રહેવાનું છએ. આ દરમિયાન તેને અનેકવાર માર મારવામાં આવ્યો. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને ગુરુગ્રામમાં અલગથી ભાડેથી રૂમ લઈ આપવામાં આવ્યો હતો.

દિયર ત્યાં જઈને પણ ભાભી પર રેપ કરતો હતો. તેણે વીડિયો બનાવ્યો હતો. દિયર સો.મીડિયામાં રેપનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. પીડિતાએ કહ્યું હતું કે તેણે આ અંગે પોલીસ ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહોતી. કોર્ટના આદેશ બાદ પોલીસે ભારતીય બંધારણની કલમ 376, 307, 323, 504 તથા 506 હેઠળ કેસ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page