Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightલગ્ને લગ્ને કુંવારી છે આ દુલ્હન, ત્રણ-ત્રણ લગ્ન કર્યા તોય કરવા હતા...

લગ્ને લગ્ને કુંવારી છે આ દુલ્હન, ત્રણ-ત્રણ લગ્ન કર્યા તોય કરવા હતા ચોથા લગ્ન

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં લગ્નના 15માં દિવસે દુલ્હન તેને આપવામાં આવેલાં રૂપિયા અને ઘરેણાં લઈને ઘરેથી ભાગી ગઈ હતી. દુલ્હન ઘરમાંથી દોઢ લાખ રૂપિયા કેશ અને ચાર તોલા સોનું લઈને ભાગી ગઈ છે. મહિલાના પતિ હવે પોલીસે ફરિયાદ કરી છે. પીડિત પતિનો આરોપ છે કે, મહિલાએ મારી સાથે લગ્ન કર્યા પછી જૂન-જુલાઈમાં બે લગ્ન કર્યા અને હવે ચોથા લગ્ન કરવાની તૈયારી કરી રહી છે.

હનુમાનગઢના કિશપુરા ગામના ઉતરાધાએ કૃષ્ણલાલે સંગરિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હરિયાણાના ચૌટાલાના રહેવાસી સોહનલાલના પુત્ર ચંદનસિંહ અને તેમના સાથી પાસે લગ્નનો લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો. સોહનલાલ પીડિત દુલ્હાના જીજાજીના ફ્રેન્ડ છે. તેમણે શ્રીનગરમાં રાજવિન્દ્ર કૌર સાથે મળાવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન બિન્દ્ર કૌર, કરણ અને ખાન પણ હાજર હતા. ત્રણેય રાજવિન્દ્ર કૌરને શ્રીગંગાનગર જિલ્લાની મટીલી રાઠાનના ચોક 15 એકના પ્રથમ રહેવાસી બતાવ્યા હતા. ત્યારે રાજ વિન્દ્ર કૌરે પોતાના પહેલાં પતિ રાજનસિંહના મોત અંગે જણાવ્યું હતું. સંબંધ યોગ્ય લાગતા કૃષ્ણલાલે લગ્ન માટે હા પાડી દીધી હતી.

કૃષ્ણલાલે જણાવ્યું કે, રાજવિન્દ્ર કૌર સાથે તેના લગ્ન 23એ થયાં હતાં. 100 રૂપિયાના સ્ટેમ્પ પર સહમતિ પત્ર તૈયાર કરીને લગ્ન કર્યા હતા. દુલ્હા અને તેના પરિવારને વિશ્વાસ થઈ ગયો હતો. રીતિ-રિવાજ મુજબ દુલ્હનને ચાર તોલા સોનાના ઘરેણાં સાથે દોઢ લાખ રૂપિયા કેશ અને એક આઠ હજાર રૂપિયાનો સ્માર્ટફોન પણ આપ્યો હતો. પંદર દિવસ પછી રાજવિન્દ્ર કૌર કહ્યાં વગર ક્યાંક જતી રહી હતી. જ્યારે ઘરવાળાએ રૂમ ખોલીને ચેક કર્યું તો ઘરેણાં અને કેશ રૂપિયા ગાયબ હતાં.

કૃષ્ણલાલે આ અંગેની જાણ લગ્નની વાત લઈને આવનારા જીજાજીના ફ્રેન્ડ સોહનલાલને કરી હતી. સોહનલાલ અને કૃષ્ણલાલના જીજાજી દુલીચંદે તપાસ કરી તો રાજવિન્દ્ર બિન્દ્ર કૌર, કરણ અને ખાન સાથે શ્રીનગરમાં હોવાની માહિતી મળી હતી. જ્યારે કૃષ્ણલાલ તેને લેવા ગયાં તો રાજવિન્દ્ર કૌરે તેના સાથીઓને મોકલવાની ના પાડી દીધી હતી. આ અંગે પંચાયત પણ બોલાવવામાં આવી હતી, પણ રાજવિન્દ્ર કૌર અને તેમની સાથેના લોકો સામેલ થયા નહોતા.

કૃષ્ણલાલે કહ્યું કે, તેને ખબર પડી હતી કે, તેણે લગ્ન કર્યા પછી રાજવિન્દ્ર કૌરને લાલચ આપીને જૂન અને જુલાઈ મહિનામાં બે લગ્ન કર્યા હતા. હવે ચોથા લગ્નની તૈયારીમાં છે. આ માટે તેણે હનુમાનગઢ કોર્ટથી સ્ટેમ્પ પેપર પણ તૈયાર કરાવી લીધા છે. કૃષ્ણલાલનો આરોપ છે કે, રાજવિન્દ્ર કૌર અને તેના સાથીની આખી ગેંગ છે. જે લોકોને છેતરીને રૂપિયા લૂંટવાનું કામ કરે છે.

કૃષ્ણલાલે જણાવ્યું કે, રાજવિન્દ્ર કૌર આરોપી કરણનો ક્યારેક સગો ભાઈ તો ક્યારેક ધર્મનો ભાઈ ગણાવતી હતી. પિયર વિશે પૂછતાં તે ક્યારેક શ્રીગંગાનગર અને મૂળ અમૃતસરના તો ક્યારેક મલોટના હોવાનું કહેતી હતી. તેણે લગ્ન માટે બનાવવામાં આવેલાં સ્ટેમ્પમાં આપેલાં રૂપિયા અને ઘરેણાંનો ઉલ્લેખ કર્યો નથી. રાજવિન્દ્ર કૌરે હંમેશા એવું કહ્યું કે, તેનો સગો ભાઈ મલોટમાં છે. તે આ લગ્નથી ખુશ નથી. એવામાં તે મળશે ત્યારે ગોળી મારી દેશે. આ કારણે કૃષ્ણલાલ ક્યારેય રાજવિન્દ્ર કૌરના ભાઈને મળ્યો નહીં.

કૃષ્ણલાલે જણાવ્યું કે, રાજવિન્દ્ર કૌરે પેતાના આધારકાર્ડની મૂળ કોપી પણ આપી નહીં. તેમણે કહ્યું કે, આધારકાર્ડ ક્યાંક જમા કરાવેલું છે. રાજવિન્દ્ર જ્યારે ઘરેથી છેલ્લીવાર નીકળી ત્યારે તેના ઘરમાં હાજર કૃષ્ણલાલની મા અને દાદીને વાતોમાં વ્યસ્ત કરાવી દીધા હતાં. સંગરિયા પોલીસ સ્ટેશનના સીઆઈ મીણાએ જણાવ્યું કે, આ અંગે ફરિયાદ મળ્યા પછી આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ww88bet ?? t?o nên m?t cau chúc bu?i sáng y ngh?a và ??y c?m xúc, chúng ta c?n l?a ch?n nh?ng t? ng? thích h?p. ??u tiên, h?y b?t ??u v?i m?t l?i chào t?t ??p nh? “Chào bu?i sáng

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments