Sunday, April 14, 2024
Google search engine
HomeNational75 વર્ષના વૃદ્ધએ 70 વર્ષની પ્રેમિકા સાથે કર્યાં લગ્ન, જુઓ તસવીરો

75 વર્ષના વૃદ્ધએ 70 વર્ષની પ્રેમિકા સાથે કર્યાં લગ્ન, જુઓ તસવીરો

મુંબઈ : પ્રેમ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો અને પ્રેમ ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે તે વાતની સાબિતી પૂરતી ઘટના મહારાષ્ટ્રમાં બની છે. જ્યાં 75 વર્ષીય પ્રેમીએ પોતાની 70 વર્ષીય પ્રેમિકા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ બની છે.

પ્રાપ્ત વિગતાનુસાર, પુણેના વાઘોલીમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધા અનુસૂયાને શિરોલ તાલુકાના 75 વર્ષીય વૃદ્ધ બાબુરાવ પાટીલ સાથે પ્રેમ થયો હતો. બંનેના જીવનસાથી મૃત્યુ પામ્યાં હોવાથી તેઓ વૃદ્ધાશ્રમમાં રહેતા હતાં. તે દરમ્યાન જ તેમને પ્રેમ થતાં તેમણે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વૃદ્ધાશ્રમમાં રહેતી બે વ્યક્તિએ આપસમાં લગ્નની ઈચ્છા વ્યક્ત કરતાં વૃદ્ધાશ્રમના સંચાલકે જરુરી દસ્તાવેજો તૈયાર કરી બંનેના લગ્ન કરાવી આપ્યાં. વૃદ્ધાશ્રમમાં સાથે રહેતી વખતે તેઓ આપસમાં સુખદુઃખની વહેંચણી કરતા હતાં.

તે દરમ્યાન તેમનો સંબંધ પ્રેમમાં અને પછીથી લગ્નમાં પરિણમ્યો અને તેમના લગ્ન તમામ વિધિવિધાન સહિત પૂર્ણ થયાં. તેમાં વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો પણ સહભાગી થયા હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page