શહીદની બહાદૂર પત્ની ને દીકરી છે શક્તિની એક મિસાલ, એક વાર વાંચીને જરૂરથી કરશો સલામ

Featured National

કાશ્મીરઃ મહિલાઓ ઘરની જવાબદારીમાં હોય કે બહારની તેમની હિમ્મત અને સમર્પણ હંમેશાં બધાથી હટકે જ હોય છે. આ તસવીરો વિમેન પાવરના રિયલ પુરાવા આપે છે. મહિલા દીકરી હોય…માતા હોય…બહેન હોય..કે પછી પત્ની હોય…દરેક સંબંધને તે સારી રીતે નિભાવે છે. આંખમાં આંસુનો દરિયો હોવા છતાં તે ક્યારે હિમ્મત નથી હારતી. આ માતા-દીકરી જીવતું જાગતું ઉદાહરણ છે, જે શહીદ મેજર કેતન શર્માની પત્ની અને માસૂમ દીકરી છે. મેરઠમાં રહેતા મેજર કેતન 18 જુન, 2019માં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડતી વખતે શહીદ થઇ ગયા હતા. આ કહાની ફરીથી યાદ કરાવવા પાછળનું કારણ છે આ માતા-પુત્રીને જોઇને મહિલાઓ પોતાની શક્તિઓનું આકલન કરી શકે.

એક દીકરી પોતાના પિતાને અંતિમ વિદાઇ આપતી વખતે હસતી રહી. ભલે તેને જાણ નથી કે તેના પિતા સાથે શું થયું છે કે તેઓ ફરી પાછા નહીં આવે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મોટી થઇને તે સાહસી મહિલા બનશે. તો પત્ની ઇરાએ હંમેશાં સરહદ પર ડ્યુટી કરતા પતિની હિંમત વધારી. ખતરા વચ્ચે ઉભેલા પતિને ક્યારેય નોકરી છોડી ઘરે આવવાનું નથી કહ્યું. ટૂંક સમયમાં જ વુમેન્સ ડેની ઉજવણી કરાશે ત્યારે આવી મહિલાઓને પણ યાદ કરવી જોઇએ.

દેશની સેવા માટે રવિન્દ્ર શર્માના એકમાત્ર દીકરા મેજર કેતન શર્માએ પોતાની આહુતી આપી દીધી. જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તો 4વર્ષની દીકરી કાઇરા હસતા હસતા પિતાના પાર્થિવ દેહને સેલ્યુટ કરી રહી હતી. લોકો વીર જવાન શર્મા અમર રહેના નારા લગાવી રહ્યાં હતા. આવી દીકરીઓ જ સાહસી મહિલાઓ બને છે.

શહીદ મેજર કેતન શર્માને જ્યારે મુખાગ્નિ આપવામાં આવ્યો ત્યારે તેમની પત્ની ઇરા પણ હૈયાફાટ રૂદન કરી રહી હતી. તે તાબુત પર રાખેલી તસવીરને જોઇને જૂની યાદમાં ખોવાઈ ગયા હતાં. ક્યારેક રોતા તો ક્યારેક ઉંડો શ્વાસ લઇને પોતાને સંભાળતા, કારણ કે તેમને ખબર હતી કે જવાનની પત્ની પણ એક પાવરફૂલ મહિલા હોય છે. શહીદ જવાનની માતા આંસુ રોકી શકતા નહોતાં પરંતુ તેમને પોતાના પુત્ર પર ગર્વ હતો. એક સાહસી મહિલાએ બહાદુર દીકરાને જન્મ આપ્યો હતો.

આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન દરમિયાન પોતાના બંને સાથીઓના જીવ બચાવ્યા બાદ મેજરે અંતિમ સંદેશ આપ્યો હતો કે આઇએમ ફાઇન પરંતુ થોડીક્ષણ બાદ તેઓ શહીદ થઇ ગયા. ઇરાએ પતિની શહાદત પર કહ્યું કે તેમનું જીવન ભલે ખતમ થઇ ગયું પરંતુ તેમને ગર્વ છે કે તે બહાદુર જવાનની પત્ની છે.

અનંતનાગમાં 19મી રાષ્ટ્રીય રાઇફલ્સની પોસ્ટિંગ પૂરી કર્યા બાદ મેજર કેતન શર્માને મેરઠ છાવણી સ્થિતિ એન્જિનિયરિંગ રેજિમેન્ટમાં પોસ્ટિંગ થવાનું હતું પરંતુ એ પહેલા જ તેઓ શહીદ થઇ ગયા. પત્ની ઇરા અને તેના પરિવારજનો શહીદ થવાના સમાચાર સાંભળીને જ આઘાતમાં સરી પડ્યા હતા પરંતુ કહેવાય છે કે મહિલા હિમ્મતવાન હોય તો તૂટેલા ઘરને પણ સંભાળી શકે છે. ઇરાએ પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને સાહસી મહિલા હોવાનો પરિચય આપ્યો હતો.

મેજર કેતન શર્માના 2014માં ઇરા સાથે લગ્ન થયા હતા. ઇરા જાણતી હતી કે એક જવાન સાથે લગ્ન કરવાનો અર્થ શું હોય છે. કોને ખબર ક્યારે તેમના શહીદ થવાના સમાચાર મળે. પરંતુ કહેવાય છે કે જવાનની પત્નીઓ પણ સાહસની મિસાઇલ હોય છે. ઇરા પણ તેમાંથી એક છે. મેજર 2012માં IMA દેહરાદૂનથી સેનામાં લેફ્ટનન્ટ બન્યા હતા. તેમનું પ્રથમ પોસ્ટિંગ પૂનેમાં થયું હતું. ત્યારબાદ અનંતનાગમાં મોકલવામાં આવ્યા હતા.

મેજર કેતન શર્માની શહાદતથી એ તમામ મહિલાઓના સાહસને સલામ છે, જે આવી વિકટ પરિસ્થિતિઓમાં પણ હિમ્મત હારતી નથી અને હંમેશા કહ્યું કે દેશ પર ‘દિલ ક્યાં જાન ભી કુરબાન’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *