અહીંયા સોના-ચાંદી કરતાં પણ મોંઘા છે માસ્ક ને ટોયલેટ પેપર્ટ, ગિફ્ટમાં આપી રહ્યાં છે લોકો

Featured International

હોંગકોંગઃ કોરોના વાયરસના વધતા જતા ખતરાના કારણે માસ્ક અને ટોયલેટ પેપરની માંગ બહુ વધી ગઈ છે. પરિસ્થિતિ તો એવી થઈ ગઈ છે કે, માગ પ્રમાણે સપ્લાય થઈ શકતું નથી.. તેની એટલી મોટી અછત ઊભી થઈ છે કે, હોંગકોંગમાં તો પૈસા આપવા છતાં મળતું નથી. અત્યારે તો એમ લાગી રહ્યું છે કે, તેની કિંમત સોના-ચાંદી કરતાં પણ વધારે છે.

હોંગકોંગમાં ઘણી દુકાનોમાં પૈસાની જગ્યાએ દુકાનદાર માસ્ક અને ટોયલેટ પેપર લેવા લાગ્યા છે. તેનાથી તેમને બહુ ફાયદો થઈ રહ્યો છે, કારણ કે તેને તેઓ ઊંચી કિંમતે વેચી દે છે. ભાગ્યે જ કોઇ એવી દુકાન હશે, જ્યાં માસ્ક અને ટોયલેટ પેપર ખરીદવા ભીડ જામતી ના હોય.

સોશિયલ મીડિયામાં થયું વાયરલઃ એક દુકાનદારે પૈસાના બદલામાં ટોયલેટ પેપર અને માસ્ક લીધા હોય એવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ બની છે. એરિકા ફાન નામની એક યંગ લેડીએ ફેસબુક પેજ પર સિડની કેફેની તસવીર પોસ્ટ કરી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, ખાવા-પીવાની વસ્તુઓની સામે પૈસાની જગ્યાએ ટોયલેટ પેપર લેવામાં આવે છે.

કેફેમાં આપવામાં આવી લેખિતમાં માહિતીઃ આ વિશે કેફેમાં બોર્ડ લગાવીને ગ્રાહકોને માહિતી પણ આપવામાં આવી છે કે, પૈસાની જગ્યાએ ટોયલેટ પેપર રોલ્સ સ્વીકારવામાં આવે છે. ઘણા લોકો તો આ બોર્ડ જોઇએ આશ્ચર્યમાં પણ પડી જાય છે.

એક કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ હેડનું કહેવું છે કે, અત્યારે ક્લાયન્ટ્સને વાઇન ગિફ્ટ કરવાની જગ્યાએ તેમને ટોયલેટ પેપર ગિફ્ટમાં આવ્પવામાં આવે છે. તો કેટલાક લોકો તો મજાકમાં એમ પણ કહી રહ્યા છે કે, એક દિવસ ટોયલેટ પેપર્સ ઈન્ટરનેશન કરન્સી તરીકે સ્વિકારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *