Sunday, April 14, 2024
Google search engine
HomeNationalમાતાને લેવો છે દીકરાના હત્યારાઓનો બદલો, દિવસ રાત કરે છે આ કામ

માતાને લેવો છે દીકરાના હત્યારાઓનો બદલો, દિવસ રાત કરે છે આ કામ

ગોરખપુરઃ દીકરાના હત્યારાને મારવાનું વચન લેનાર એક માતા દરરોજ સાંજે પુત્રની કબર પર દીવો પ્રગટાવે છે. માતાએ દીકરાને ગુમાવ્યા બાદ કાળજા પર પથ્થર રાખ્યો અને બદલો લેવાની ભાવના સાથે જીવી રહી છે. દીકરાની કબર પર દીવો પ્રગટાવવાની સાથે દીકરાની કબરે સવાર-સાંજ ભોજન મૂકવાનું ભૂલતી નથી.

વાસ્તવમાં યુપીના ગોરખપુરના બ્રમ્હપુર ગામમાં રહેતા વિજયી અને તેમની પત્ની કલાવતી બદલાની ભાવના સાથે 13 વર્ષથી જીવી રહ્યાં છે. 13 વર્ષ અગાઉ તેમના દીકરાની જમીન વિવાદમાં ગોળી મારી હત્યા કરવામા આવી હતી. જે પછી તેમણે દીકરાના અંતિમ સંસ્કાર કરવાને બદલે તેને ખેતરમાં દફન કરાવ્યો. તેમણે કહ્યું કે,‘દીકરાને ત્યાંસુધી મુખાગ્નિ નહીં આપીએ, જ્યાંસુધી તેના હત્યારાને મારી ના નાખીએ.’

વિજયી અને તેમનો પરિવાર વર્ષોથી જમીનદારોની જમીનની દેખરેખ રાખવાની સાથે ખેતી કામમાં પણ જોડાયેલા રેહતા હતા. આ જ કારણે અમુક જમીનદારો વિજયી અને તેના પરિવારને જમીનનો એક ટુકડો ગુજરાન ચલાવવા માટે આપ્યો હતો. આ વાત ગામના એક દબંગ પોલીસકર્મીને ના ગમી. તે જમીન પર કબજો કરવાના પ્રયાસમાં હતા. બંને પરિવાર વચ્ચે 2-3 વખત મારામારી પણ થઈ અને પછી સમાધાન કરવામા આવ્યું.

વિજયી પોતાની પત્ની કલાવતી, દીકરા રાજૂ, રાજ કુમાર, રાજા, સાજન અને દીકરી મમતા સાથે દિલ્હીમાં રહેતો હતો. તે એક ફેક્ટ્રીમાં ચીફ વર્કર હતો. તેઓ ખેતીની સિઝનમાં ગામ આવતા અને વાવણી-લણણીનું કામ કરી પરત ફરતા હતા. આ જ કામ માટે રાજા (20 વર્ષ) 2005માં ઘરે આવ્યો હતો. તે સમયે ગામમાં તેની માતા અને બહેન પણ હતા. આ સમયે રાજા અને દબંગ પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી. તેણે રાજાને વાવણી ના કરવા ધમકી આપી હતી.

જોકે રાજા ના માન્યો. 7 જુલાઈ 2005ના રોજ સવારે રાજા ખેતરમાં હતો અને વરસાદ પડી રહ્યો હતો. દબંગ પોલીસકર્મી છત્રી લઈ ત્યાં આવ્યો અને રાજાને ગોળી મારી તેની હત્યા કરી. રાજાની માતા-બહેન પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું. હત્યા બાદ આરોપી દબંગ પોલીસકર્મી ફરાર થયો હતો. પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. લગભગ 1 મહિના બાદ પોલીસે આરોપીને તેના ઘરેથી પકડ્યો હતો.

જોકે તે કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી પોલીસકર્મીની 3 વર્ષ બાદ ફરી લુધિયાણાથી ધરપકડ કરવામા આવી હતી. તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને તે ગોરખપુર જેલમાં સજા ભોગવી રહ્યો છે.

જોકે આરોપીને આજીવન કેદની સજા મળી તેનાથી પીડિતના માતા-પિતા ખુશ નથી. કલાવતીએ કહ્યું કે, કાં તો આરોપીને જેલમાં જ ફાસીની સજા આપવામા આવે કાં તો તે બહાર આવશે ત્યારે તે પોતે તેની હત્યા કરશે. તે પછી જ પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરશે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown ? into this thrilling experience of imagination and let your thoughts soar! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I participated on this casino platform and won a significant sum of money, but later, my mom fell sick, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to the online casino. I plead for your help in reporting this website. Please support me to obtain justice, so that others won’t face the pain I am going through today, and stop them from shedding tears like mine. ????

  3. I engaged on this online casino site and won a significant sum of money, but eventually, my mom fell sick, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to the online casino. I plead for your assistance in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  4. Hello there! This is my first visit to your blog!
    We are a group of volunteers and starting a
    new project in a community in the same niche. Your blog provided us useful information to work
    on. You have done a outstanding job!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page