Monday, July 22, 2024
Google search engine
HomeNational22 વર્ષીય યુવતીની હાઈવે પર સૂટકેસમાં લાશ મળી, છાતીમાં કોણ ગોળી મારી?

22 વર્ષીય યુવતીની હાઈવે પર સૂટકેસમાં લાશ મળી, છાતીમાં કોણ ગોળી મારી?

શ્રદ્ધા હત્યાકેસથી આખો દેશ ઘ્રુજી ગયો છે ત્યારે વધુ એક ચકચારી હત્યા કેસ સામે આવ્યો છે. 22 વર્ષીય આયુષી ચૌધરીની લાલ સૂટકેસમાં હાઈવે પર મળી આવી હતી. આ કેસમાં હચમચાવી દેતા ખુલાસા થયા છે. એક કોલના કારણે પોલીસે આખો કેસ સોલ્વ કરી લીધો છે.

ઉત્તરત પ્રદેશના મથુરાના આયુષી ચૌધરી હત્યાકાંડમાં પોલીસે કેસ સોલ્વ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેના પિતાએ જ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેની હત્યા બદરપુર સ્થિત તેના ઘરમાં જ કરવામાં આવી હતી. આ પછી લાશને લાલ સૂટકેશમાં પેક કરીને 150 કિમી દૂર મથુરા જિલ્લાના રાયા વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર ફેંકી દીધી હતી. 18 નવેમ્બરે આયુષીની લાશ મળી હતી.

ગુસ્સામાં આવીને દીકરીને ગોળી મારી દીધી
22 વર્ષની આયુષીનું અફેર બીજી જ્ઞાતિના છોકરા અને ભરતપુરમાં રહેનાર છત્રપાલ નામના છોકરા સાથે હતું. બન્નેએ એક વર્ષ પહેલા આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા. આયુષી તેના માતા-પિતાના ઘરે રહેતી હતી. પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ હતા. 17 નવેમ્બરના રોજ બપોરે આયુષીની તેની માતા સાથે ઝઘડો થયો હતો. માતાએ આ અંગે પિતાને જાણ કરી હતી. નારાજ પિતા ઘરે આવ્યા હતા. તેણે આયુષીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સ્વીકારવા તૈયાર ન હતી. ગુસ્સે ભરાયેલા પિતાએ લાઇસન્સ રિવોલ્વરથી આયુષીની છાતીમાં બે ગોળીઓ મારી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

દુકાનમાંથી પોલીથીન લાવ્યો અને લાશને સૂટકેસમાં પેક કરી
આયુષીની હત્યા કર્યા પછી તેના પિતાએ ઘરની નજીકની દુકાનમાંથી પોલીથીન ખરીદી હતી. બપોરે એક સૂટકેસમાં તેની લાશ પેક કરી દીધી હતી. સૂટકેસ મોડી રાત્રે 3 વાગે કારમાં મૂકી અને વહેલી સવારે 5 વાગે 150 કિમી દૂર મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી હતી. પિતા કાર ચલાવી રહ્યા હતા અને માતા આગળની સીટ પર બેઠી હતી.

બે દિવસ પછી માતા અને ભાઈએ આવીને લાશની ઓળખ કરી
રવિવારે મથુરામાં પોસ્ટમોર્ટમ હાઉસે પહોંચીને આયુષીના માતા બ્રજબાળા અને ભાઈ આયુષે લાશની ઓળખ કરી હતી. ઓળખ કર્યા પછી પરિવાર પોલીસ સાથે વાતચીત કર્યા વગર જ નીકળી ગયો હતો. મીડિયાએ સવાલ કરવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેઓએ કંઈ જવાબ આપ્યો નહોતો.

ઓળખ કરતી વખતે માતા અને ભાઈ રડતા હતા
આયુષી BCAમાં અભ્યાસ કરતી હતી. માતા અને ભાઈને ઓળખ કરતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ એકબીજાને ભેટીને રડવા લાગ્યા હતા. આયુષી મર્ડર કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પોલીસ ખુદ પરિવાર સુધી પહોંચી હતી. એટલે કે આયુષીના ગુમ થવા અંગે પરિવારે પોલીસને જાણ કરી ન હતી. અને ના તો આ વિશે FIR થઈ હતી.

જે રિવોલ્વરથી તેની હત્યા કરવામાં આવી તેનું લાઇસન્સ દેવરિયામાં બનેલું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન બન્ને માતા-પિતા રડતા રહ્યા હતા. તેણે કહ્યું હતું કે જે પણ થયું તે અચાનક અને ગુસ્સામાં થયું હતું. પિતાએ જણાવ્યું હતું કે દીકરી અપમાનિત કરતી હતી. તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે સ્વીકારવા તૈયાર ન હતી.

આયુષીનું નામ NEETમાં આવ્યું હતું, પરંતુ તે કાઉન્સેલિંગ માટે ગઈ નહોતી
પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી કે આયુષીએ NEETની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ, તે કાઉન્સેલિંગ માટે ગઈ ન હતી. માતા-પિતાએ કાઉન્સેલિંગમાં જોડાવા માટે ઘણી સમજાવ્યા હતા. પરંતુ આયુષી માની જ નહિ. પિતાએ જણાવ્યું હતું કે તે દરેક વાત પર પરિવારનો વિરોધ કરવા લાગી હતી.

એક કોલના કારણે આયુષી સુધી પોલીસ પહોંચી
દિલ્હીથી મથુરા પોલીસની પાસે એક કોલ આવ્યો હતો. જેમાં સૂટકેસમાં મળી આવેલી મૃત યુવતીના પરિવાર વિશે જાણકારી મળી આવી હતી. પોલીસ દાવો કરી રહી છે કે ફોન બાતમીદારે કર્યો હતો. જો કે એક વાત એ પણ સામે આવી રહી છે કે આયુષીના એક પરિચિતે મથુરા પોલીસને ફોન કરીને જાણ કરી હતી.

100 પોલીસ કર્મચારીઓની ટીમે 300 સીસીટીવી કેમેરા સર્ચ કર્યા હતા
સૂટકેસમાંથી મળેલી લાશનો ખુલાસો મથુરા પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસે યુવતીની ઓળખ માટે 100 પોલીસ કર્મચારીઓની 14 ટીમ બનાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટોલ પ્લાઝા સુધીના 300 જેટલા સીસીટીવીના રેકોર્ડિંગની તપાસ કરી હતી. આ પછી પણ યુવતીની ઓળખ થઈ શકી નથી. ત્યારે પોલીસને ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બદરપુરના મોડબંદની રહેવાસી છોકરી બે દિવસથી ગુમ છે. પોલીસ માટે આ માહિતી પૂરતી હતી. જેના આધારે પોલીસની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી.

મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસમાંથી અપડેટ લેવામાં આવી રહી હતી
જ્યારે શુક્રવારે એટલે કે 18 નવેમ્બરે મૃતદેહ મળી આવ્યો હતો અને આ સમાચાર મીડિયાની હેડલાઇન્સ બન્યા હતા. આવી સ્થિતિમાં લખનઉથી મથુરા પોલીસને કોલ આવવા લાગ્યા હતા. મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસ પાસેથી કેસની દરેક અપડેટ માગવામાં આવી રહી હતી. યુવતીના મૃતદેહની ઓળખ થયા પછી મથુરાના એસપી સિટી માર્તંડ પ્રકાશ સિંહે મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસને જાણ કરી હતી.

યુવતીના ડાબા હાથમાં કલવો અને કાળો દોરો બાંધવામાં આવ્યો હતો
યુવતીએ બ્લેક ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેર્યું હતું. કપડાં પરથી લાગતું હતું કે તે સારા પરિવારની છે. યુવતીની ઉંચાઈ લગભગ 5 ફૂટ 2 ઈંચ હતી. રંગો ગોરા, કાળા અને લાંબા વાળ હતા. ગ્રે કલરની ટી-શર્ટ હાફ સ્લીવ્સ સાથે પહેરવામાં આવી હતી, જેના પર Lady days લખેલું હતું. તેણે વાદળી અને સફેદ પેન્ટ પહેર્યું હતું. ડાબા હાથમાં કલવો અને કાળો દોરો પણ બાંધવામાં આવ્યો હતો. પગ પર લીલી નેલ પોલીશ હતી. આ સિવાય યુવતીને છાતીમાં ગોળી વાગી હતી. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments