Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodકોરોનાની ત્રીજી લહેર વચ્ચે 'નાગિન' કરશે લગ્ન, જાણો પતિ વિશે બધું જ

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ‘નાગિન’ કરશે લગ્ન, જાણો પતિ વિશે બધું જ

મુંબઇ : છેલ્લા ઘણાં સમયથી અભિનેત્રી મૌની રૉયના લગ્ન વિશે વિવિધ અટકળો ચાલ્યા કરે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ મૌની રૉય અને સૂરજ નાંબિયાર ગોવાના એક ખાનગી સમુદ્ર તટ પર આવેલી વૈભવશાળી હોટલ ડબલ્યુમાં સાત ફેરા લેશે. આ હોટલમાં જ વર્ષ ૨૦૧૭માં સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યના વિવાહ પણ થયાં હતાં. એમ કહેવાય છે કે સૂરજ નાંબિયારે અભિનેત્રીની બિલ્ડિંગમાં જ એક ફ્લેટ ખરિદ્યો છે. તેમાં ઇન્ટિરિયરનું કામ ઝપાટાભેર ચાલી રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તેમના લગ્ન માટે સંગીતનું રિહર્સલ મુંબઇમાં શરૂ થઇ ગયું છે. કહેવાય છે કે તેમના વિવાહની વાત ખાનગી રાખવા માટે મૌનીની માતા સૂરજને મંદિરા બેદીના ઘરે મળી હતી.

તેમના વિવાહમાં આશકા ગોરડિયા,મીત બ્રધર્સ,ડિઝાઇનર અનુરાધા ખુરાના તેમ જે કોરિયોગ્રાફરો રાહુલ અને પ્રતિક સામેલ થશે. એમ પણ કહેવાય છે કે મૌનીના મૂળવતન કૂચબિહારમાં પણ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૌની અને સૂરજ વર્ષ ૨૦૧૯માં નવા વર્ષની પાર્ટી દરમિયાન દુબઇની એક નાઇટ ક્લબમાં મળ્યાં હતાં અને બંને વચ્ચે દોસ્તી જામી ગઇ હતી.સૂરજ મૂળભૂત રીતે બેંગલુરુનો છે અને ત્યાંની કૉલેજમાંથી જ તેણે એન્જિનિયરિંગ કર્યું છે. સૂરજના પરિવારજનોએ તરત જ મૌનીને પુત્રવધૂ તરીકે પસંદ કરી લીધી હતી. મૌનીને પણ સૂરજના માતાપિતા અને ભાઇ-ભાભી સાથે સારું ફાવી ગયું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page