Thursday, April 18, 2024
Google search engine
HomeNationalભોળેનાથને ચઢાવેલું દૂધ હવે આ રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચશે, વિદ્યાર્થીઓનો જુગાડ

ભોળેનાથને ચઢાવેલું દૂધ હવે આ રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચશે, વિદ્યાર્થીઓનો જુગાડ

ભારતમાં વિભિન્ન ધર્મ, આસ્થા તથા સંસ્કૃતિ જોવા મળે છે. અહીં લોકોની આસ્થા અને વિશ્વાસ જ તેમના જીવનની દિશા અને દશા નક્કી કરે છે. આવી જ એક આસ્થા, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધનો આભિષેક કરવાની છે. ઘણીવાર તે દૂઘ વહીને ગટરના પાણીમાં જતું છે. જેને લીધે દૂધ કોઈ કામનું રહેતું નથી. પણ આ દૂધને કોઈ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવામાં આવે તો? મેરઠના પાંચ વિદ્યાર્થીઓએ ભેગા થઈને આવું હકીકતમાં કરી બતાવ્યું છે. તેમણે અનોખો જુગાડ કર્યો છે. જેમાં મંદિરમાં શિવલિંગને અભિષેક કરાતું દૂધ વહીને એક સારી જગ્યાએ પહોંચે છે.

મેરઠમાં રહેતાં એક વિદ્યાર્થી કરણ ગોયલે તેના મિત્રો સાથે મળીને એવી સિસ્ટમ બનાવી છે, જેમાં‌ શિવલિંગને અભિષેક કરાયેલું દૂધ ભેગું થઈને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી શકે છે. મિત્રોએ મળીને મેરઠના બિલેશ્વર નાથ મંદિરના પૂજારી પાસેથી મહાશિવરાત્રી નિમિત્તે મંદિર પરિસરમાં આ સિસ્ટમ લગાવવાની મંજૂરી લીધી હતી. સાથે જ કેટલાક પેમ્પલેટ બનાવી લોકો સુધી પહોંચાડી દીધા હતાં. એક રિપોર્ટ મુજબ, આ મિત્રોએ લગભગ 100 લીટરથી વધુ દૂધ બચાવ્યું અને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડી દીધું હતું. આ રીતે લોકોની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડ્યા વગર, સમાજનું પણ ભલું કરી થયું હતું.

કરણે જણાવ્યું કે, ‘‘લોકો શિવલિંગ ઉપર રહેલાં કળશમાં દૂધ નાખે છે. જેને ધ્યાનમાં રાખી અમે કળશમાં બે છિદ્ર કરી દીધા હતાં. એક છિદ્ર તેની નીચે અને બીજુ છિદ્ર સાઇડમાં કરી દીધું હતું. જેનાથી એક લિટર દૂધ શિવલિંગ પર અભિષેક થયાં પછી બાકીનું 6 લીટર દૂધ બીજા છિદ્રથી ચોખ્ખા વાસણમાં જતું રહે છે.’’

આ જુગાડ કરવામાં કરણ અને તેના ફ્રેન્ડને 2500 રૂપિયાનો ખરચો થયો હતો. આ એક જુગાડથી લગભગ 100 લીટર દૂધ બચાવી શકાયું હતું. આ પછી મંદિરમાં કરણે આ જુગાડથી દૂધને ‘સત્યકામ માનવ સેવા સમિતિ’માં મોકલી દીધું હતું.

કરણ અને તેના સાથીઓએ પોતાના આ જુગાડને મંદિરમાં રાખી દીધો છે. હવે આ મંદિરમાં દર સોમવારે અભિષેક કરાતા દૂધનો ભાગ શહેરના અલગ અલગ અનાથાલયોમાં મોકલવામાં આવે છે. આ એક એવી પહેલ છે જેને વધારો આપવો જોઈએ. સાથે જ આશા છે કે, દરેક લોકો આને આખા દેશમાં અપનાવે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I tried my luck on this online casino platform and secured a substantial pile of earnings. However, eventually, my mother fell seriously ill, and I required to take out some money from my wallet. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to such gambling platform. I kindly plead for your assistance in bringing attention to this concern with the site. Please aid me in seeking justice, to ensure others do not experience the pain I’m facing today, and prevent them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page