જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં મહેસાણાના યુવાનને પ્લેનથી ગુજરાત લવાયો, અમદાવાદમાં સારવાર શરૂ

Feature Right Gujarat

મહેસાણાના ભેસાણા ગામનો યુવક જયેશ પટેલ જાપાનમાં બ્રેઈન સ્ટ્રોકની ગંભીર બિમારીમાં સપડાયેલા યુવકને એર એમ્બ્યુલન્સમાં જાપાનથી ભારત લાવવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, જયેશ જાપાનમાં 3 વર્ષ પહેલા વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયો હતો. જોકે જયેશને ટીબી અને બ્રેઈન સ્ટ્રોકની ગંભીર બિમારી થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જયેશ છેલ્લા સાત મહિનાથી સારવાર લઈ રહ્યો હતો. આ ઘટના બની ત્યારે પરિવાર પર દુ:ખનો પહાડ તુટી પડ્યો હતો.

મહેસાણા જિલ્લાના ભેસાણા ગામનો 33 વર્ષના યુવાન જયેશ હરીલાલ પટેલ નોકરી માટે જાપાન ગયા હતા જ્યાં અતિ ગંભીર બ્રેઈન સ્ટ્રોકની ગંભીર બિમારીમાં સપડાયો હતો જેને કારણે છેલ્લા 8 મહિનાથી જાપાનની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પિડીત યુવાનને મેડિકલ એર લીફ્ટ કરી લાવવામાં ખર્ચ વધુ હોવાને કારણે સોશિયલ મીડિયા મારફતે પરિવારે દાનની અપીલ કરી હતી. પરિવાર અપીલ કરતાં સમાજની સંસ્થાઓ દ્વારા અને દાતાઓ થકી અંદાજે 40 લાખ રૂપિયાનું દાન મળ્યું હતું.

ગંભીર રીતે બિમારીમાં સપડાયેલ જયેશને હોસ્પિટલમાંથી સિમ્પલ ફ્લાઈટ મારફથે મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ભારત લાવવા માટે સર્ટિ મળ્યું હતું. તમામ પ્રોસેસ બાદ ભારતથી એક ડોક્ટરને જાપાન મોકલવામાં આવ્યા હતાં તેમના ઓબ્ઝર્વેશન હેઠળ ફ્લાઈટમાં એક દિવસ પહેલા જયેશ તેના પિતા અને મિત્ર દિલ્હી પહોંચ્યા હતાં. ત્યાર બાદ એ જ દિવસે જયેશને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવાની પક્રિયા હાથ ધરી હતી. પરિવારજનોએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હોવાનું જયેશના મિત્ર મુકુન્દભાઈએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગંભીર બિમારીમાં સપડાયેલા જયેશ પટેલની જાપાનમાં હાલત બગડી હોવાના સમાચાર મળતાં જ વતનમાં રહેલી તેની પત્ની જલ્પા તેમજ બે પુત્રીઓ વૃત્તિ 7 વર્ષ અને હેત્વી 6 મહિનાની આંખો છલકાઈ ગઈ હતી અને પરિવારજનોએ તેના પતિને પરત લાવવા માટે આજીજી કરી હતી.

જયેશ પટેલના મહેસાણામાં વસતા પરિવાર ભારતીય એમ્બેસી સુધી મદદનો પોકાર કર્યો હતો. જયેશ 2018માં નોકરી કરવા માટે જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગન્સી હોઈ હાલ ભારત પોતાના વતને આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેઈન સ્ટ્રોક આવતાં જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *