Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratપરિણીતા 15 વર્ષના છોકરાને ભગાડી ગઈ, છોકરો ઘરેથી રોકડ અને સોનાનો ચેઈન...

પરિણીતા 15 વર્ષના છોકરાને ભગાડી ગઈ, છોકરો ઘરેથી રોકડ અને સોનાનો ચેઈન લઈને નીકળ્યો અને…

ગુજરાતમાં એક ખૂબ જ શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. એક સંતાનની માતા 15 વર્ષના ટીનએજરને તેના બર્ડ-ડેના દિવસે જ ભગાડી ગઈ હતી. દીકરો બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડા લઈને યુવતી સાથે ભાગ્યાનું ખબર પડતાં જ માતા-પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. પોલીસે કોલ રેકોર્ડની તપાસ કરી બંનેને સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરિક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે.

આ ખૂબ જ આઘાતજનક કિસ્સો મહેસાણામાં બન્યો હતો. 15 વર્ષિય કિશોર તેના જન્મદિવસે ગુમ થયો હતો. 25 જાન્યુઆરીએ ગુમ થયેલો કિશોર મળી નહીં આવતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નીકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષિય યુવતીએ તેના પિતાને ફોન કરતાં યુવતી સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી.

મોબાઈલ સર્વેલન્સ લોકેશન સોનગઢનું મળ્યું
પોલીસે પરિવારજનોને ફોન ઉપર વાતચીત ચાલુ રાખવાનું કહીને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું લોકેશન મળ્યું હતું. એ ડિવિઝન પોલીસની એક ટીમે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધા હતા. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયા
કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ ઉપરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યા હતા. સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બંનેને પકડી લીધા હતા.

તપાસમાં યુવતી એક સંતાનની માતા નીકળી
કિશોરને ભગાડી જનાર યુવતી 23 વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસસી, એસટી સેલના ડીવાયએસપીને સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી.

છોકરાએ સોનાનો દોરો 50 હજારમાં ગિરવે મૂકી પૈસા ઉપાડ્યા
એક સંતાનની માતા સાથે ભાગેલા કિશોરનો 25 જાન્યુઆરીએ જન્મ દિવસ હતો. તેથી તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવુ છું તેમ કહીને કિશોર રૂપિયા 10 હજાર રોકડ, સોનાનો દોરો અને 6 જોડી કપડાં લઈને ગુમ થયો હતો. વડોદરામાં સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં એક દુકાન ઉપર એક માસ માટે ગીરવે મૂક્યો હોવાનું કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું. પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરિક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page