Monday, April 15, 2024
Google search engine
HomeNationalપુરૂષોની 10 એવી વાતો, જે તે મહિલા પાર્ટનર ક્યારેય જણાવતો નથી

પુરૂષોની 10 એવી વાતો, જે તે મહિલા પાર્ટનર ક્યારેય જણાવતો નથી

મહિલાઓ જે રીતે પુરૂષ સાથે ખુલ્લીને વાતો કરે છે એ જ રીતે પુરૂષો મહિલાઓ સાથે ખુલ્લીને વાતો કરતાં નથી. મહિલાઓમાં જે રીતે ખાસ કરીને શોપિંગ અને ઘરની વાતો હોય છે, એ જ રીતે પુરૂષો અંદરોઅંદર શું વાત કરે છે એ જાણવું અઘરું છું. અહીં આજે અમે તમને એવી 10 વાતો જાણાવીશું જે પુરૂષો પોતાની પત્ની કે ગર્લફેન્ડ સાથે શેર કરતાં નથી, પણ પુરૂષ મિત્રો સાથે બિન્દાસ કરે છે. તો આવો નજર કરીએ આ બાબતો પર…

પાર્ટી કરતાં વધારે ક્રેઝ મેચનો
પુરુષોના ટીવી પર આવનારી મેચનો એટલો ક્રેઝ રહે છે કે તે સમયે તેઓ પાર્ટી અને જોબ બંનેને દાવ પર લગાવી શકે છે. આ સમયે મહિલાઓ તેમને ફેમિલિ ફંક્શન માટે કહે છે તો તમે તેમના ગુસ્સાની કલ્પના પણ કરી શકતા નથી. તેમાં પણ મેચ જો ભારત-પાકિસ્તાનની હોય તો વાત જ અલગ હોય છે. તેમનો ક્રેઝ ચરમસીમાએ હોય છે. તે ફ્કત દોસ્તો જ સમજી શકે છે.

પાડોશી વધારે સારી લાગે
પુરુષો હંમેશાથી સુંદરતાના ઘાયલ રહ્યા છે. જો તેમની આસપાસ કોઇ સુંદર મહિલા આવી જાય તો પુરુષો તેમની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. આ સમયે જો તમે તેમની સાથે માથકૂટમાં ઉતરો છો તો તમારો સમય બર્બાદ કરવા બરોબર છે. બોયઝની ચર્ચામાં આ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક બની રહે છે.

દરેક સમયે તૈયાર રહેવું
પુરુષો મહિલાઓને એમ કહેવામાં ખચકાય છે કે તેઓ સેક્સને માટે દરેકસમયે તૈયાર હોય છે. તેઓ ઇચ્છે છે કે ગર્લફ્રેન્ડ અને પત્ની પણ તેમની સાથે એન્જોય કરે. નવા અખતરા કરવા તેમને ગમે છે, તેનું ડિસ્કશન તેઓ મહિલાઓ સાથે નહીં પણ અંદરોઅંદર ખુલીને કરે છે.

દરેકને સમય આપવો
જ્યારે મહિલાઓ પોતાના સુખ અને દુઃખને પતિ અને બોયફ્રેન્ડની સાથે શેર કરવું પસંદ કરે છે, ત્યાં ખાસ કરીને પુરુષો સૂવા, ઉઠવા, ખાવા અને ટીવી જોવાનું રૂટિન સેટ કરીને તે પ્રમાણે અન્ય કામને સેટ કરે છે. તેમાં મહિલાઓનો પોતાના માટે અલગ રીતે સમય માંગવો એ પુરુષોને ગુસ્સો અપાવવાનું કામ કરે છે. તેમની આ ભાવનાને એક પુરુષ જ સમજી શકે છે.

વોશરૂમમાં ડિસ્ટર્બ કરવું
દિવસમાં વારેઘડી વોશરૂમનો ઉપયોગ કરનારા પુરુષો મહિલાઓને પહેલેથી તાકીદ કરે છે કે આ સમયે તેમને ડિસ્ટર્બ કરવામાં ન આવે. જ્યારે તેઓ કહે છે ત્યારે તેઓ એ પણ જાણે છે કે મહિલાઓ આ કામ અચૂક કરશે. મહિલાઓની આ કનડગતને ફક્ત એક પુરુષ જ સારી રીતે સમજી શકે છે.

દ્રિમુખી સ્વભાવ
કોઇ વાતને લઇને ગુસ્સામાં હોવા છતાં મહિલાઓ કેવી છે તેના જવાબમાં તેઓ ઠીક છે એવો જ આન્સર કરે છે. શોપિંગ પર જતા પહેલાં કહે છે કે ખાસ તોકોઇ વાતની જરૂર નથી, પણ પાછા ફરતી સમયે હાથમાં અનેક ગણો સામાન હોય છે અને શોપિંગ બેગ્સની લાઇન હોય છે. પુરુષો મહિલાઓના આ સ્વભાવથી ચિઢાય છે. આ ચર્ચા તેઓ બોયઝ ટોકમાં કરે છે.

ફેમિલિ વિશે નો ડિસ્કશન
પુરુષોને પસંદ હોતું નથી કે તમે કેમના ફેમિલિને લઇને કોઇ ખોટી વાત કરો. મહિલાઓના ફેમિલિના સભ્યોને માટે કોઇ ડિસ્કશન પુરુષો ઇચ્છતા નથી, તે પુરુષોને ગુસ્સો અપાવવાનું કામ કરે છે. તેઓ તે સમયે તેને જાહેર કરતા નથી પરંતુ આ કામ પુરુષો તેમના અન્ય મિત્રો સાથે શેર કરે છે.

પ્રિંસ ચાર્મિંગ કોન્સેપ્ટ
ગમે ત્યારે મન થાય ત્યારે રોમાંસ કરવો, સરપ્રાઇઝ પ્લાન કરવા, બર્થડે, એનિવર્સરીથી લઇને બધી ડેટ્સ યાદ રાખવી આ બધી વાતો ફક્ત ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં જોવા મળે છે. તેમાં જ તે સારી લાગે છે. પુરુષો પાસે આવી વાતોની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે. પુરુષો પણ આ વાતોને યાદ ન રાખવામાં માનતા હોય છે અને જો મહિલાઓ તેને યાદ રાખીને તેને સેલિબ્રેટ કરે છે તો તેમની પર ખિજાતા હોય છે.

તમારી તરફ નફરત અને તેમનું પ્રેમનું કલેક્શન
પુરુષોને ન્હાવા, ઘર સાફ રાખવું, ટીવી જોવું અને શોપિંગ કરવામાં રોકટોક પસંદ હોતી નથી. પુરુષોની આ વાતો અન્ય પુરુષ જ સારી રીતે સમજી શકે છે. આ માટે તે પોતાની વાતોને પોતાના બોયઝ ગ્રૂપમાં જ શેર કરે છે.

બધાની સામે પ્રેમ દેખાડવો
મહિલાઓ વિચારે છે કે પુરુષો દરેક સમટે તેમને આઇ લવ યુ અને મિસ યુ કહીને પ્રેમ દર્શાવે. તેમને ઘૂટણ પર બેસીને લગ્ન માટે પ્રપોઝ કરે તો આ વિચારો બેકાર છે. કેમકે પુરુષોને આ દેખાડો પસંદ નથી. તેઓ તેને દેખાડાથી વધારે કંઇ સમજતા નથી. પુરુષોની આ વાતોને અન્ય મિત્રો જ સારી રીતે સમજી શકે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page