આ ગુજરાતીએ Milkનું બનાવ્યું ATM, 24 કલાક મળી રહેશે દૂધ
જામનગર: આપણે પૈસા ઉપાડવા માટેનું ATM જોયું છે પરંતુ હવે એક નવા પ્રકારનું ATM સામે આવ્યું છે. ગુજરાતના જામનગરમાં પૈસા માટે નહીં પણ હવે દૂધ અને છાશનું ATM પણ જોવા મળી રહ્યું છે.
જામનગરમાં ખેતીકામના વ્યસાય સાથે સંકળાયેલા લક્ષ્મણભાઈ નકુમે જણાવ્યં હતું કે, ઘણી જગ્યાએ દૂધમાં ભેળસેળ થવાનો લોકોને ડર હોય છે અને દૂધમાં ભેળસેળને લીધે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતું હોય છે. લોકોને 24 કલાક શુદ્ધ દૂધ અને છાશ મળી રહે તે માટે તેમને આ વિચાર આવ્યો હતો અને તેઓએ દૂધનું ATM મૂકવાનું નક્કી કર્યું હતું.
હાલ જામનગરમાં બે સ્થળોએ દરેડ નજીક અને ગોકુલનગર નજીક દુધના ATM કાર્યરત કરવામાં આવ્યા છે. અંદાજે 5 લાખ જેવા ખર્ચે તૈયાર થયેલા આ ATMમાં રૂપિયા 60નું લિટર દૂધ મશીન જ આપી દે છે અને કાર્ડ સ્વાઈપ કરીને પણ દૂધની સુવિધા 24 કલાક કોઈપણ ગ્રાહક મેળવી શકે છે.
આ ATMમાં 100 લીટરની ટાંકી છે તેમજ દૂધને ઠંડુ પણ રાખવાની વ્યવસ્થા છે. જેથી 24 કલાક દૂધ ઉપલ્બધ રહે અને લોકોને 24 કલાક દૂધ મળી શકે છે. લોકો જરૂર પડે ત્યારે ATMમાંથી પૈસા ઉપાડે તેમ દૂધ પણ મેળવી શકે છે.