મુસ્લિમ એક્ટ્રેસ લગ્ન બાદ સેંથામાં સિંદૂર સાથે જોવા મળી, સસંદમાં લીધા શપથ

નવી દિલ્હીઃ 17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલની ટિકિટ પરથી ચૂંટણી જીતનાર બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી તથા નુસરત જહાંએ મંગળવાર (25 જૂન)એ સંસદમાં શપથ લીધા હતાં. બંને શપથ બાદ સ્પીકર ઓમ બિરલાને પગે લાગી હતી.

હાથમાં મહેંદી, સેંથામાં સિંદૂરઃ સંસદ સત્રમાં નુસરત જહાં પારંપરિક અંદાજમાં જોવા મળી હતી. નવપરિણીત નુસરત માથામાં સિંદૂર, હાથમાં મહેદી તથા લગ્નચૂડામાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે નસુરતે 19 જૂનના રોજ તૂર્કીના બોડરમ સિટિમાં બિઝનેસમેન નિખીલ જૈન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં બિઝી હોવાને કારણે નુસરત સંસદના પહેલાં દિવસે શપથ લઈ શકી નહોતી.
મિમી ચક્રવર્તી પણ સાથે હતીઃ નુસરતના લગ્નમાં તેની ક્લોઝ ફ્રેન્ડ મિમી ચક્રવર્તી પણ જોવા મળી હતી. મિમીએ પણ નુસરતની સાથે જ શપથ લીધા હતાં.

સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ
મિમી તથા નુસરતે મોડા શપથ લેતા સોશિયલ મીડિયા યુઝર્સે બંનેને ટ્રોલ કર્યાં હતાં. યુઝર્સે કહ્યું હતું કે લગ્ન તથા રિસેપ્શન માટે નુસરત પાસે સમય છે પરંતુ સંસદમાં શપથ માટે સમય નથી. કેટલાંકે કહ્યું હતું કે સંસદ સત્ર અંગે પહેલેથી જાણ હતી તો લગ્નની ડેટ્સમાં ફેરફાર કરી શકાયા હોત.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.