ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ થયો બ્લાસ્ટ ને માસૂમ બાળકીનું ગયો જીવ

અનેકવાર મોબાઈલ બ્લાસ્ટ થયો હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને તે બ્લાસ્ટમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા પણ સમાચાર અનેકવાર આવ્યા છે. ત્યારે આજે એક કાઝળુ કંપી જાય તેવી ઘટના સામે આવી છે. મોબાઈલ બ્લાસ્ટ થવાથી એક 8 મહિનાની માસુમ બાળકીનો જીવ જતો રહ્યો હતો. એટલું જ નહીં ખાટલો પણ બળી ગતો હતો.

આ દર્દનાક ઘટના ઉત્તર પ્રદેશના બરેલીની છે. અહીં ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ ફોનની બેટરી ફાટવાને કારણે ખાટલા પર આગ લાગી હતી જેના કારણે ખાટલામાં સુઈ રહેલી 8 માસની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. સારવાર માટે બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં પરિવારજનો જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને દાખલ કરવામાં આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ગણતરીની મીનિટોમાં જ તેનું મોત થયું હતું. આ સમાચાર સાંભળીને પરિવારજનોના હાલ બેહાલ થઈ ગયા હતાં.

બરેલી જિલ્લાના ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પચુમી ગામનો રહેવાસી સુનીલ કુમાર કશ્યપ મજૂરીનું કામ કરે છે. તે ઘરે મોબાઈલ ચાર્જિંગ પર મૂકીને કામે નીકળી ગયો હતો. ઘરમાં તેની પત્ની કુસુમ અને બે વર્ષની પુત્રી નંદિની તેમજ આઠ માસની નેહા ખાટલા પર સુતી રહી હતી. ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

કુસુમે તેની બે દીકરીઓને અલગ-અલગ ખાટલા પર બેસાડીને ઘરના કામકાજમાં વ્યસ્ત હતી. આ દરમિયાન નેહાના ખાટલા પર લટકતો મોબાઈલ ફાટ્યો હતો જેના કારણે આગ લાગી હતી. ઘટનામાં નજીકના ખાટલા પર પડેલી બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. બધા દોડતા ત્યાં પહોંચ્યા.

Similar Posts