Friday, April 19, 2024
Google search engine
HomeAjab Gajabઆ ગુજરાતી યુવાનના હાથમાં મેગ્નેટ વગર ચોંટી જાય છે મોબાઈલ? જાણો કેમ

આ ગુજરાતી યુવાનના હાથમાં મેગ્નેટ વગર ચોંટી જાય છે મોબાઈલ? જાણો કેમ

હિંમતનગર: એક વ્યક્તિના હાથમાં મોબાઈલ ચોંટી જાય તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો આવી જ એક ઘટના હિંમતનગરના ગાંધુપાર ગામે બની છે. ગાંધીપુરા ગામે રહેતાં ભરતભાઈ ધોળું પાસે એક અનોખો જ સુપરપાવર છે.

મોબાઈલ ફોન ભરતભાઈના હાથમાં ચોંટી જાય છે અને તે પણ કોઈપણ પ્રકારનાં મેગ્નેટ વગર. જાણે કે તેમનો હાથ જ એક મોબાઈલ મેગ્નેટ હોય તેમ. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ દૂર-દૂરથી આ મોબાઈલ મેગ્નેટ મેનને જોવા માટે ઉમટ્યાં હતાં.

હિંમતનગરના ગાંધીપુરા ગામે રહેતાં ભરતભાઈ ધોળુંના હાથમાં તમે કોઈપણ મોબાઈલ આપો તે આપોઆપ ચોંટી જાય છે. આવું માત્ર તેમનાં ડાબા હાથમાં જ શક્ય બને છે. મહત્વની વાત છે કે, તેમના જમણા હાથમાં મોબાઈટ ચોંટતો નથી. જ્યારે આ વાત તેમણે તેમનાં પરિવારજનો અને મિત્રોને કરી તો પહેલાં તો કોઈએ વિશ્વાસ ન કર્યો. પરંતુ ભરતભાઈએ આ જાદૂ કરી બતાવ્યો તો લોકોનાં હોંશ ઉડી ગયા હતા.

તેમનાં મિત્રોએ તો સાબુથી હાથ ધોવડાવીને પણ મોબાઈલ ચોંટાડવાનું કહ્યું હતું. ત્યાર બાદ પણ મોબાઈલ હાથમાં ચોંટી જતાં આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. ગુજરાતના આ મોબાઈલ મેગ્નેટ મેનના વીડિયો ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

લોકો તેને એક જાદૂ માને છે, તો કોઈક તેને ચમત્કાર. ખુદ ભરતભાઈના ગામનાં લોકો પણ તેને એક જાદૂ જ માને છે. પણ હવે આ જાદૂ છે કે ચમત્કાર, તે તો સાયન્ટિફિક પરીક્ષા પછી જ ખબર પડશે. પણ ત્યાં સુધી તો ભરતભાઈએ સમગ્ર પંથકમાં કૌતુક ફેલાવીને રાખ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of imagination and let your thoughts roam! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page