Friday, April 19, 2024
Google search engine
HomeGujaratવડાપ્રધાન મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુ.એન.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુ.એન.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. હિરાબાને મંગળવારે રાત્રે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ અંગે સમાચાર મળતા જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.

આ પહેલા 2016માં PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એટલું જ નહિ હોસ્પિટલના જનરલ બોર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી. તેમને 108 માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઇ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયા હતા. હિરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવી હતી.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page