Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightપીએમ મોદીના શપથ ગ્રહણ પહેલા તેમની પાકિસ્તાની બહેનનો આવ્યો સંદેશ

પીએમ મોદીના શપથ ગ્રહણ પહેલા તેમની પાકિસ્તાની બહેનનો આવ્યો સંદેશ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજી વખત પીએમ પદના શપથ લેશે. મોદીને એક સારા રાજનેતા, એક સારા પુત્ર અને ભારતના લોકપ્રિય પીએમના રૂપમાં બધા ઓળખે છે. પણ પીએમ નરેન્દ્ર મોદી એક સારા ભાઈ પણ છે. મોદી મૂળ પાકિસ્તાની પણ હવે ભારતમાં વસતી બહેન પાસે છેલ્લાં 23 વર્ષથી રાખડી બંધાવે છે. આ ક્રમ હજી પણ ચાલુ છે. પીએમ મોદીની બહેન કમર મોહસિન શેખ જ્યારે મોદી રાષ્ટ્રીય સ્વંય સંઘના સામાન્ય કાર્યકર હતા ત્યારથી રાખડી બાંધે છે.

કમર શેખનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પણ એક ભારતીય સાથે લગ્ન કર્યા બાદ તે ભારતમાં રહે છે. કમરબ શેખનું કહેવું છે કે તે ઘણા વર્ષોથી મોદીજીને રાખડી બાંધે છે અને મોદીજી આજે પણ બિલકુલ એવા જ છે, જેવા પહેલાં હતા, તેમના વ્યવહારમાં થોડો પણ ફેરફાર આવ્યો નથી.

પીએમ મોદીનો એક કિસ્સો યાદ કરતાં કમર મોહસિન શેખ કહે છે, “એક વખત જ્યારે નરેન્દ્રભાઈને રાખડી બાંધવા માટે દિલ્હી ગઈ તો તેમણે હસતા-હસતા કહ્યું હતું કે અરે કમર તું તો ટીવી પર છવાઈ ગઈ છે, સ્ટાર બની ગઈ છો.”

કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો. 22 વર્ષની ઉંમરમાં કમર શેખ લગ્ન કરી ભારત આવી ગઈ હતી. ત્યાર બાદ છેલ્લાં 38 વર્ષથી તે ભારતમાં જ રહે છે. કમર શેખ છેલ્લાં 28 વર્ષથી રાખડી બાંધે છે અને 30 વર્ષથી પીએમ મોદીને ઓળખે છે. કમર શેખનો પતિ મોહસિન શેખ એક આંતરરાષ્ટ્રીય ચિત્રકાર છે. જોકે કમરના મનમાં પાકિસ્તાનની યાદો હજી તાજી છે અને તે ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે શાતિનું વાતાવરણ બની રહે.

કમર શેખે આ પહેલાં ક્યારેય રાજકારણમાં રસ લીધો નહોતો અને ક્યારેય પીએમનો પ્રચાર કરવા નીકળી નહોતી. તે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં 2019 ચૂંટણીમાં પ્રચારમાં ગઈ હતી. ત્યાં અલ્પસંખ્યક સમાજની સ્થિતિ જોઈને કમર શેખ વિચલિત થઈ ગઈ હતી. કમર શેખે જણાવ્યું હતું કે પીએમ મોદી આવાનારા દિવસોમાં અલ્પસંખ્યક સમાજ માટે ફક્ત મોટી મોટી વાતો જ નહીં કામ પણ કરશે, એનો તેને વિશ્વાસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page